Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
કંઠસ્થ છે.” આમ કહીને બાળાએ સરળતાથી કંઠસ્થ થયેલ “તિલકમંજરી'નો પાઠ શરૂઆતથી જ પોતાના પિતાને સંભળાવવાનો શરૂ કર્યો પોતાની પુત્રીના મુખેથી શુદ્ધ પાઠ સાંભળીને ધનપાલને અનહદ આનંદ થયો. ધનપાલે નિશ્ચિત થઈને સ્નાન-ધ્યાન વગેરે કરીને ભોજન કર્યું. પછી પોતાની પુત્રીના મુખેથી સાંભળી-સાંભળીને “તિલકમંજરી'ને લખવાની શરૂઆત કરી દીધી. કેટલાક દિવસોના અથાગ પ્રયત્નોથી ધનપાલે પોતાની પુત્રીની મદદથી પૂરી તિલકમંજરી'ના ૨૭000 શ્લોકપ્રમાણ પાઠમાંથી, ૨૪000 શ્લોક - પ્રમાણ કંઠસ્થ પાઠને લિપિબદ્ધ કરી લીધા. બાળા કદાચ કોઈ-કોઈ શ્લોકોને બરાબર સાંભળી શકી નહોતી. તે શ્લોકના સ્થાન ખાલી રહી ગયા. આ પ્રમાણે “તિલકમંજરી'ને બાળી નાખવાના કારણે તેનો ૩૦૦૦ શ્લોક - પ્રમાણ અંશ વિસ્કૃતિના વમળમાં વિલીન થઈ ગયો. તિલકમંજરી'ના પુનરાલેખનનું કાર્ય સંપન્ન થતાં જ ધનપાલે પોતાના પરિવારની સાથે ધારાનગરીથી પશ્ચિમની તરફ પ્રયાણ કરી દીધું અને મરુધરાના સત્યપુર (વર્તમાન જાલોર) નામના નગરમાં પહોંચ્યો. ધનપાલ સત્યપુરમાં સુખપૂર્વક રહીને પોતાનો વધુ સમય જિનારાધનામાં પસાર કરવા લાગ્યો. તેણે ભગવાન મહાવીરના ચૈત્યમાં ‘દેવ નિમ્નલ” નામની મહાવીર સ્તુતિની રચના કરી.
આ બાજુ થોડા દિવસો પછી રાજા ભોજે પોતાના વિશ્વાસપાત્ર સેવકને મહાકવિ ધનપાલના ઘરે તેને બોલાવવા માટે મોકલ્યો. જ્યારે સેવક મારફત ભોજને આ જાણવા મળ્યું કે - “ધનપાલ પોતાના પરિવાર સાથે ધારાનગરી છોડીને બીજે ક્યાંય જતો રહ્યો. છે,' તો તેના હૃદયને ઊંડો આઘાત લાગ્યો.
તે જ દિવસોમાં ધર્મ નામનો એક વિદ્વાન રાજા ભોજની રાજસભામાં ઉપસ્થિત થયો. તેણે અનેક ગોંક્તિઓની સાથે મનપસંદ વિષય પર શાસ્ત્રાર્થ કરવા માટે ત્યાં ઉપસ્થિત તમામ વિદ્વાનોને લલકાર્યા. રાજસભામાં કોઈ પણ વિદ્વાને તે વિદ્વાન સાથે શાસ્ત્રાર્થ કરવાનું સાહસ પ્રગટ ન કર્યું.
આ પ્રકારની દયનીય હાલત જોઈને ભોજને ખૂબ જ નિરાશા થઈ. તેણે ધનપાલની શોધમાં ચારે તરફ પોતાના વિશ્વાસુ ચર(દૂત)ને મોકલ્યા. તેમનામાંથી એક દૂત ધનપાલની શોધમાં સત્યપુર પહોંચ્યા. તેણે પોતાના ૨૪૨ દ633333333336. જૈન ધર્મનો મોલિક ઇતિહાસ : (ભાગ-૩) |