Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
થતી ગઈ. તે હંમેશાં એ વાતથી સજાગ રહેતો હતો કે અજ્ઞાનતાથી પણ તેના સમ્યક્ત્વમાં ક્યાંક કોઈ દોષ ન લાગી જાય.
યજ્ઞોમાં કરવામાં આવતી હિંસાનો ધનપાલે સજ્જડ વિરોધ કર્યો. ધનપાલે ધારાનગરીમાં ભગવાન ઋષભદેવનું એક વિશાળ મંદિર બનાવડાવ્યું અને તેની પ્રતિષ્ઠા તેણે આચાર્ય મહેન્દ્રસૂરિથી કરાવડાવી. તે સમયે ધનપાલે ભગવાન આદિનાથની મૂર્તિની સન્મુખ બેસીને - ‘જય જંતુ કપ્પ' આ ચરણથી શરૂ કરીને ૫૦૦ ગાથાઓવાળી ઋષભજિનની સ્તુતિનું નિર્માણ કર્યું.
રાજા ભોજના અનુરોધથી મહાકવિ ધનપાલે ૧૨૦૦૦ શ્લોક પ્રમાણ ‘તિલકમંજરી' નામના એક ગ્રંથરત્નની રચના કરી. ગ્રંથની સમાપ્તિ પર તે ગ્રંથના શોધનકાર્ય માટે મહેન્દ્રસૂરિની સલાહ અનુસાર ગુર્જરનરેશ ભીમની રાજસભાના વિદ્વાન વાદીવૈતાલ શ્રી શાન્ત્યાચાર્યને ધારાનગરીમાં બોલાવવામાં આવ્યા. શાંતિસૂરિએ કેટલાક દિવસો સુધી ધારાનગરીમાં નિવાસ કરીને ગ્રંથનું શોધન કર્યું.
‘તિલકમંજરી' ગ્રંથ રાજા ભોજને અત્યંત રસપ્રદ અને ખૂબ જ સુંદર લાગ્યો. તેમણે ધનપાલને ‘તિલકમંજરી’માં નિમ્નલિખિત ફેરફાર (પરિવર્તન) કરવા માટે આગ્રહ કર્યો :
૧. આ ગ્રંથની શરૂઆતમાં સુસ્પષ્ટરૂપે શિવની સ્તુતિ કરવામાં આવે. ૨. અયોધ્યાનો આ ગ્રંથમાં જ્યાં-જ્યાં ઉલ્લેખ છે, ત્યાં ધારાનગરીના નામનો ઉલ્લેખ કરવામાં આવે.
૩. શક્રાવતારના સ્થાને મહાકાળના અવતરનો ઉલ્લેખ કરવામાં આવે. ૪. વૃષભના સ્થાને શંકરના નામનો ઉલ્લેખ કરવામાં આવે. ૫. મેઘવાહનના આખ્યાનપૂર્ણ આગ્રહમાં મારું (ધારાધિપતિ ભોજનું) નામ લખવામાં આવે.
રાજા ભોજે ખૂબ આગ્રહપૂર્વક ધનપાલને કહ્યું : “કવીશ્વર ! મારા કહેવાથી જો તમે આ ગ્રંથમાં આ પ્રકારના પરિવર્તન કરી નાખશો તો તમારો આ ગ્રંથ જ્યાં સુધી ચંદ્ર અને સૂર્ય છે, ત્યાં સુધી આ ધરતી પર અમર રહેશે.”
૨૪૦
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)