Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 245
________________ - ત્યાર બાદ ચિંતામગ્ન તે બ્રાહ્મણ પોતાના ઘરે પાછો ફર્યો અને મોટા પુત્ર ધનપાલ દ્વારા તેની ચિંતાનું કારણ પૂછવામાં આવતાં સર્વદેવે કહ્યું કે - “મહેન્દ્રસૂરિને આપણી, છૂપેલી પૈતૃક સંપત્તિને બતાવવાના સંબંધે મેં પ્રતિજ્ઞા કરી હતી કે - “તેના બદલામાં, જે સારું હશે તેનો અડધો ભાગ હું તેમને આપીશ.” હવે તેઓ મારા પુત્ર-યુગલમાંથી એકને માંગે છે. તો મારી પ્રતિજ્ઞાની પૂર્તિને માટે તું તેમનું શિષ્યત્વ સ્વીકાર કરી લે.” આ સાંભળતાં જ ધનપાલ ખૂબ ક્રોધિત થયો અને તેણે પિતાજીને સાફ-સાફ કહી દીધું કે - “આ કામથી મારે કોઈ મતલબ નથી. હવે તમને જેમ સારું લાગે તેમ કરો.” આમ કહીને તે ક્યાંક ચાલ્યો ગયો. સર્વદેવ નિરાશ થઈ ગયો. હવે આ ઘોર ધર્મસંકટથી કેવી રીતે બચાય? પિતાજીને ચિંતામગ્ન જોઈને નાના પુત્ર શોભનના પૂછવાથી સર્વદેવે તેને આખી વાત જણાવી, તો આ સાંભળતાં જ શોભનની ખુશીનો પાર ન રહ્યો. તેણે પિતાજીને કહ્યું કે - “પિતાની આજ્ઞાના પાલનથી વધુ પુત્ર માટે બીજો કોઈ ધર્મ નથી.” ' પોતાના નાના પુત્ર શોભનની આ વાત સાંભળતાં જ દેવોત્તમ (દેણદાર-દેવાદાર) સર્વદેવની બંને આંખો હર્ષાશ્ર(આનંદ-ખુશીના આંસુ)થી ભરાઈને છલકી ઊઠી. ત્યાર બાદ તે પોતાના પુત્ર શોભનની સાથે મહેન્દ્રસૂરિની સેવામાં ઉપસ્થિત થઈને તેમના ખોળામાં પોતાના પ્રાણપ્રિય પુત્રને બેસાડી દીધો અને હાથ જોડીને વિનંતી કરી : “પરમ પૂજ્ય આચાર્યદેવ ! હવે આપ આને જેવો બનાવવા માંગતા હો તેવો બનાવજો. એ પૂર્ણરૂપે આપનો છે.” મહેન્દ્રસૂરિએ શુભ મુહૂર્તમાં શોભનદેવને પંચમહાવ્રતોની ભાગવતી દીક્ષા પ્રદાન કરી અને બીજા દિવસે વહેલી સવારમાં ધારાનગરીથી વિહાર કરી દીધો. વિહારક્રમથી થોડા સમય બાદ તેઓ અણહિલપુર-પાટણ પહોંચ્યા. આ બાજુ ધનપાલે લોકોમાં પોતાના પિતાની નિંદા કરવાનું શરૂ કરી દીધું. કહેવા લાગ્યો કે - “તેમણે પોતાના પુત્રને ધનના બદલામાં વેચી નાખ્યો છે.” તેણે ક્રોધને વશ થઈ રાજા ભોજને નિવેદન કર્યું કે - “આ પાખંડી સાધુઓને આપણા દેશમાંથી નિર્વાસિત કરી દેવા જોઈએ.” [ ૨૩૬ [96369696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)

Loading...

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290