Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
રાજા ભોજે તેની વાત સાંભળીને માલવ-પ્રદેશમાં જૈન શ્રમણશ્રમણીઓના વિહાર-વિચરણ પર રાજાજ્ઞા દ્વારા પ્રતિબંધ ફરમાવી દીધો. આ પ્રમાણે ભોજની આજ્ઞાથી માલવપ્રદેશમાં બાર વર્ષો સુધી જૈન-શ્રમણોના દર્શન પણ દુર્લભ થઈ ગયા.
ધારાનગરીના જૈનસંઘે મહેન્દ્રસૂરિની સેવામાં જેનશ્રમણોના માલવામાં વિચરણ સંબંધી રાજા ભોજની નિષેધાજ્ઞા(મનાઈહુકમ)નું પૂરું વર્ણન રજૂ કરી દીધું.
શોભનદેવે શ્રમણધર્મમાં દીક્ષિત થયા પછી, ખૂબ નિષ્ઠા, લગન અને પરિશ્રમની સાથે અભ્યાસ કરતાં આગમોના તલસ્પર્શી જ્ઞાનની સાથોસાથ તમામ વિદ્યાઓમાં નિષ્ણાતતા (નિપુણતા) મેળવી લીધી. આચાર્ય મહેન્દ્રસૂરિએ શોભનદેવના પ્રકાંડ પાંડિત્ય, વામિતા, વિનય વગેરે ગુણોથી પ્રસન્ન થઈને તેમને વાચનાચાર્ય (ઉપાધ્યાય) પદ પર સ્થાપિત કર્યા. એ
અવંતિના સંઘે મહેન્દ્રસૂરિની સેવામાં વિનંતીપત્ર રજૂ કર્યો કે - તેઓ પોતાનાં ચરણોથી અવંતિને પવિત્ર કરે. શોભનદેવે પોતાના ગુરુને વિનંતી કરી - “પૂજ્યપાદ ! હું ધારાનગરીમાં જઈશ અને મારા ભાઈને જલદી જ પ્રતિબોધ આપીશ. આ બધો મન-મુટાવ (મનદુઃખ) મારા નિમિત્તથી જ ઉત્પન્ન થયો છે. હું જ તૂટી ગયેલા આ સંબંધને પાછો જોડવાનો પ્રયાસ કરીશ. આથી મારી આપને નમ્ર પ્રાર્થના છે કે મને ધારાનગરી જવા માટેની આજ્ઞા (આદેશ) આપવામાં આવે.” - મહેન્દ્રસૂરિએ પોતાના શિષ્યની બહુમુખી પ્રતિભાથી પ્રભાવિત થઈને તેને ધારાનગરી જવાની રજા આપી દીધી. કેટલાક ગીતાર્થ અને સેવાપરાયણ મુનિઓની સાથે ઉપાધ્યાય શોભને અણહિલપુર-પાટણથી, ધારાનગરી તરફ વિહાર કર્યો. થોડા દિવસો પછી તેઓ ધારાનગરી પહોંચ્યા અને ત્યાં એક ઉપાસના ભવન(ઉપાશ્રય)માં રોકાયા. મધુકરી(ગોચરી)નો સમય થવાથી શોભન ગુરુએ બે મુનિઓને ગોચરી માટે પોતાના માટે પોતાના મોટા ભાઈ ધનપાલને ત્યાં મોકલ્યા. - ધનપાલની પત્નીએ કેટલાક પકવાન તે મુનિઓને વહોરાવ્યા. અને તેમને દહીં આપવા માટે દહીંપાત્ર હાથમાં લીધું. મુનિઓએ પ્રશ્ન કર્યો કે – “આ દહીં કેટલા દિવસનું છે ?” જૈિન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 36969696969696969694 ૨૩૦ |