Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal

View full book text
Previous | Next

Page 240
________________ ધનેશ્વરસૂરિ : ધનેશ્વરસૂરિ મહાન પ્રભાવક આચાર્ય થઈ ગયા. બૃહદ્ પૌષધશાલિક પટ્ટાવલી' અનુસાર તેમણે ૭૦૧ દિગંબર સાધુઓને પોતાની પરંપરામાં દીક્ષિત કરીને પોતાના શિષ્ય બનાવ્યા. ચૈત્રપુર નગરમાં ધનેશ્વરસૂરિએ વીર જિનની પ્રતિષ્ઠા કરી. આ કારણે ધનેશ્વરસૂરિનો વિશાળ શિષ્યસમૂહ અને તેમનો ઉપાસકવર્ગ “ચત્રગચ્છ'ના નામથી પ્રખ્યાત થયો. આ ચૈત્રગચ્છ બડગચ્છ” અથવા “બૃહદ્ પૌષધશાલિક ગચ્છની જ શાખા હતી. ચત્રગચ્છનું અપરનામ ચિત્રવાલગચ્છ પણ પ્રસિદ્ધ છે. ચિત્રવાલગચ્છના આચાર્ય દેવભદ્રમણિની મદદથી બડગચ્છના આચાર્ય તપા બિરુદધારી જગશ્ચંદ્રસૂરિએ તે સમયના સાધુઓમાં વ્યાપ્ત શિથિલાચારને, કઠોર નિયમોનું પાલન અને ક્રિયોદ્ધાર કરીને દૂર કર્યા. જગચંદ્રસૂરિએ દેવભદ્રગણિની પાસે ઉપસંપદા ગ્રહણ કરી એ પ્રકારના ઉલ્લેખ ઉપલબ્ધ થાય છે. ગર્ષિ ઃ વિક્રમની દશમી સદીમાં ગર્મર્ષિ નામના એક વિદ્વાન આચાર્ય થઈ ગયા. નિવૃત્તિકુળના આચાર્ય ગર્ગર્ષિ (ગર્ગાચાર્ય) વિ. સં. ૯૧રમાં સ્વર્ગસ્થ થયા. તેમના ગુરુભ્રાતા દુર્ગાસ્વામીનો વિ. સં. ૯૦૨માં સ્વર્ગવાસ થયો. - કવિ ચતુર્મુખ વિક્રમની આઠમી સદીમાં ચતુર્મુખ નામના એક સમર્થ કવિ થયા. તેમણે અપભ્રંશ ભાષામાં “રિટ્ટનેમિ ચરિઉં” (હરિવંશપુરાણ), “પઉમ પરિઉ' (પદ્મપુરાણ) અને “પંચમી ચરિઉની રચનાઓ કરી. પરંતુ અપભ્રંશ ભાષાના આ કવિ દ્વારા રચિત આ રચનાઓ વર્તમાનમાં ઉપલબ્ધ નથી. અનુમાન છે કે મહાકવિ સ્વયંભૂ તેમના જ સુપુત્ર હતા. - કવિ સ્વયંભૂ અને ત્રિભુવન સ્વયંભૂ ? નવમી સદીના આ બંને પિતા-પુત્ર કવિઓએ “પઉંમ ચરિલ', રિટ્ટનેમિ ચરિઉ અને સ્વયંભૂ-છંદ આ ત્રણ ગ્રંથોની રચના કરી. બંને કવિઓની ત્રણે રચનાઓ ઉચ્ચ કોટિની રચનાઓ હોવાને કારણે જૈનસાહિત્યના અણમોલ ગ્રંથ સમજવામાં આવે છે. કવિ સ્વયંભૂનો સ્વયંભૂ-છંદ ઉત્કૃષ્ટ કોટિનો છંદોગ્રંથ છે. - વિજયસિંહસૂરિ નાગેન્દ્રનગચ્છના આચાર્ય સમુદ્રસૂરિના શિષ્ય વિજય સિંહસૂરિએ વી. નિ.ની પંદરમી સદી(વિ.સં. ૯૭૫)માં ૮૯૧૧ ગાથાઓના પ્રાકૃત ભાષાના “ભુવન સુંદરી’ નામના એક કથા ગ્રંથની રચના કરી. ' આચાર્ય હરિપેણ : વિ. નિ.ની પંદરમી સદીમાં દિગંબર પરંપરાના આચાર્ય હરિષણ એક વિદ્વાન ગ્રંથકાર થઈ ગયા. તેમણે વર્ધમાનપુરમાં જૈિન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૩) DC3969696969696969692 ૨૩૧]

Loading...

Page Navigation
1 ... 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290