Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
તે શાંત-દાન્ત મુનિઓનાં દર્શનમાત્રથી જ સિદ્ધકુમારના અંતરમનમાં અવર્ણનીય શાંતિનું ઝરણું ફૂટી પડ્યું. તેને અનુભવ થયો - કેટલો ફરક છે આ મુનિઓના અને તેના જીવનમાં ! ધિક્કાર છે મને, કે હું દુર્વ્યસનોના ઘોર દળદળ (કીચડ-કાદવ)માં ફસાઈને પોતાના આ ભવમાં (ઈહલોકમાં) અપયશ અને પરભવ(પરલોકમાં)માં અસહ્ય દારુણ દુઃખોનું કારણ બનવાનું કામ કરી રહ્યો છું. આ મારા પૂર્વમાં કરેલાં કોઈ મહાન પુણ્યોદયનું જ ફળ છે કે આજે મને આ તરણતારણ, સ્વ-પર કલ્યાણમાં મગ્ન મહાપુરુષોનાં દર્શનનું સૌભાગ્ય સાંપડ્યું છે.'
આ પ્રમાણે ચિંતન કરતાં કરતાં સિદ્ધકુમાર પટ્ટ (પાટ) પર વિરાજમાન આચાર્યની સામે પહોંચ્યા અને તેણે તેમને ગાઢ શ્રદ્ધા-ભક્તિ સાથે વંદન-નમન કર્યા. આચાર્ય આશિષ મુદ્રામાં હથેળી ઉઠાવીને તેને પ્રશ્ન કર્યો : “સૌમ્ય ! તું ક્યાંનો રહેવાસી છે, આ વેળામાં તારુ અહીંયા આગમન કેવી રીતે થયું?”
પ્રત્યુત્તરમાં સિદ્ધકુમારે અથ થી ઇતિ સુધીનું બધું જ સાચે સાચું આચાર્યશ્રીને બતાવી દીધું અને કહ્યું કે - “અહીં આપનાં દર્શન કરીને હું ધન્ય-ધન્ય થઈ ગયો. હવે આજથી લઈને જીવનપર્યત આપનાં ચરણોની શરણમાં રહેવાનો મેં દઢ નિશ્ચય કરી લીધો છે. સંસારસાગરથી પાર લગાવવાળા મહાન જહાજ સમાન આપને પામીને હવે હું અન્યત્ર ક્યાંય જવા નથી માંગતો.”
સિદ્ધના વિનય, વ્યક્તિત્વ અને વાગ્મિતા (વાત કરવાની ઢબ)ને જોઈને આચાર્યએ જ્યારે જ્ઞાનોપયોગ લગાવ્યો, તો તેઓ મનોમન ખૂબ પ્રસન્ન થયા. તેમને નવાગંતુક યુવક સિદ્ધમાં જિનશાસનના ભાવિ મહાન પ્રભાવકનાં તમામ લક્ષણ દૃષ્ટિગોચર થયાં.
આચાર્યશ્રીએ સિદ્ધને મધુર સંબોધનથી સંબોધિત કરતા કહ્યું : “સૌમ્ય ! અમારી પાસે તો એ જ રહી શકે છે, જે અમારા જેવો વેશ ધારણ કરી લે. શ્રમણધર્મ અંગીકાર કર્યા વગર કોઈપણ અમારી પાસે નથી રહી શકતું. અને તારા જેવા સ્વેચ્છાચારીને માટે શ્રમણધર્મ અંગીકાર કરવો બહુ જ મુશ્કેલ કામ છે.” આમ કહીને આચાર્યશ્રીએ સાધુજીવનની મુશ્કેલીઓ બતાવીને કહ્યું કે -
સાધુજીવન તલવારની ધાર પર ચાલવા જેવું અઘરું અને દુસ્સાધ્ય છે.” | ૨૨૦ 96969696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)