Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
(બાદામીનો ચાલુક્ય-રાજવંશ ઈ.સ. ૩૩માં ચાલુકયરાજ વિક્રમાદિત્ય પછી તેનો પુત્ર વિક્રમાદિત્ય (દ્વિતીય) બાદામીના રાજસિંહાસન પર બેઠો. તેનું શાસન ઈ.સ. ૭૪૪ સુધી રહ્યું.
સિંધ પ્રદેશમાં શાસન કરી રહેલા આરબોએ દક્ષિણ તરફ આગળ વધવાના હેતુથી સિંધને અડીને આવેલા ગુર્જર પ્રદેશનાં ક્ષેત્રો પર ઈ.સ. ૭૩૪-૭૩૫માં કબજો કરવાની શરૂઆત કરી. ગુજરાતમાં ચાલુક્યરાજના પ્રતિનિધિ પુલકેશિને તે આરબો પર આક્રમણ કર્યું અને તેમને હરાવીને પાછા સિંધમાં ભાગવા માટે મજબૂર કરી દીધા. પુલકેશિન, ચાલુક્યરાજ વિક્રમાદિત્ય(પ્રથમ)ના ભ્રાતા જયસિંહનો પુત્ર હતો; જેણે પ્રથમ વિક્રમાદિત્યના બાદામી રાજ્યની પુનઃસ્થાપનામાં સહયોગ આપ્યો હતો ને જેને વિક્રમાદિત્ય દ્વારા દક્ષિણ ગુજરાતનો પ્રતિનિધિ શાસક (સામંત) નિયુક્ત કરવામાં આવ્યો હતો.
વિક્રમાદિત્ય (દ્વિતીય), દક્ષિણ ગુજરાતના શાસક પુલકેશિનની આ શૌર્યપૂર્ણ સેવાઓથી ખૂબ જ પ્રસન્ન થયો. તેણે પુલકેશિનને રાજસી સન્માન આપી તેને “અવનિ-જનાશ્રય” (પૃથ્વી પર વસનારા માનવમાત્રનો આશ્રય) અલંકરણથી સન્માનિત કર્યો. આરબોને ફરીથી સિંધ તરફ ખદેડવામાં રાષ્ટ્રકૂટ રાજા દંતિદુર્ગે (ઈ.સ. ૭૩૦-૭૫૩) પણ ઉલ્લેખનીય કાર્ય કર્યું. દંતિદુર્ગ વિક્રમાદિત્ય(દ્વિતીય)ના શાસનકાળમાં ચાલુક્યોનો સામંત હતો.
ચાલુક્ય સમ્રાટ વિક્રમાદિત્ય (દ્વિતીય) પછી ઈ.સ. ૭૪૪માં તેનો પુત્ર કીર્તિવર્મન બાદામીના રાજસિંહાસન પર બેઠો. તેના કુલ મળીને સાત-આઠ વર્ષના શાસનકાળમાં બાદામીનું પ્રતાપી રાજ્ય નિરંતર ક્ષીણ અને નિર્બળ થતું ગયું. વસ્તુતઃ તે બાદામીના ચાલુક્ય-વંશનો અંતિમ રાજા સાબિત થયો.
(રાષ્ટ્રકૂટ રાજા દંતિદુર્ગ) - વી. નિ. સં. ૧૨૫૭ થી ૧૨૮૦ સુધી માન્યખેટના રાષ્ટ્રકૂટવંશીય સિંહાસન પર આ રાજવંશના છઠ્ઠા શાસક દંતિદુર્ગ (અપનામ - (૧) દંતિવર્મા (૨) ખગાવલોક (૩) પૃથ્વીવલ્લભ (૪) વૈરમેઘ જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૩) 96969696969696969696963 ૧૦૫