Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
તેમના દ્વારા બતાવેલા વ્રત-નિયમ, પ્રત્યાખ્યાન અને પથ્થોનું પાલન કરવાથી મેવાડની મહારાણી મહાલક્ષ્મીનો અસાધ્યરોગ પહેલા દિવસથી જ ક્રમશઃ શાંત થવા લાગ્યો અને થોડા જ દિવસોમાં તે અસાધ્ય રોગથી મુક્ત થઈ સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગઈ. મહારાણીના રોગમુક્તિના સમાચાર સાંભળી મહારાજ અલ્લટ આચાર્ય બલિભદ્રસૂરિના દર્શનાર્થ હાજર થયા. આચાર્યશ્રીએ રાજા અલ્લટને જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતોના સારરૂપ બોધ આપીને સમ્યકત્વનું મહત્ત્વ સમજાવ્યું. અલ્લટ પર આચાર્યશ્રીના ઉપદેશનો એવો અમિટ પ્રભાવ પડ્યો કે તેઓ જીવનભર જૈન મુનિઓને સત્સંગનો લાભ લેવાની સાથોસાથ યથાશક્ય જૈનસંઘની પ્રભાવનાનાં કાર્યોમાં પણ સહયોગ આપતા રહ્યા. બલિભદ્રસૂરિ પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરતાં અલ્લટે અનેક પ્રતિષ્ઠિત નાગરિકોને બલિભદ્રસૂરિના શ્રદ્ધાળુ શ્રાવક અને ભક્ત બનાવ્યા. તેણે હથંડીને રાજા વિદગ્ધરાજને પણ હંમેશાં આચાર્યશ્રીની સેવામાં તત્પર રહેવાની સલાહ આપી.
અલ્લટના રાજ્યકાળના અનેક શિલાલેખ મળે છે, તેનાથી એ સાબિત થાય છે કે - “મહારાજ અલ્લટે, પોતાના દીર્ઘકાલીન શાસનમાં જૈન ધર્મ પ્રત્યે ઉલ્લેખનીય અભિરુચિ લીધી.”
( હથંડીનો રાઠૌડ-રાજવંશ અને જૈન ધર્મ ) મેવાડના મહારાજ અલ્લટની મહારાણી મહાલક્ષ્મી હકૂંડીરાજવંશની રાજકુમારી હતી. વિક્રમની દશમી સદીના શિલાલેખોથી એ પ્રમાણિત થાય છે કે હથંડી રાજ્યના કેટલાક રાઠૌડવંશી રાજા જૈન ધર્મ પ્રત્યે ઘણી શ્રદ્ધા-ભકિત ધરાવતા હતા અને તેમનામાંથી કેટલાક જૈન-ધર્માવલંબી પણ હતા. આચાર્ય બલિભદ્રસૂરિના ઉપદેશોના પ્રભાવથી હÉડીના રાઠૌડવંશીય રાજા વિદગ્ધરાજને પણ જૈન ધર્મ પ્રત્યે રુચિ ઉત્પન્ન થઈ અને તે જૈન-ધર્માવલંબી બની ગયો હતો.
વિ. સં. ૯૭૩ના તેના એક દાનશાસનથી આ તથ્ય પ્રકાશમાં આવ્યું છે કે - “રાજા વિદગ્ધરાજે હથંડીમાં ભગવાન આદિનાથનું એક વિશાળ મંદિર બનાવીને તેની દરરોજની જરૂરિયાતોની પૂર્તિ અને સુદીર્ઘકાળ સુધી સમુચિત વ્યવસ્થા માટે દરેક પ્રકારની વ્યાવસાયિક ૨૦૧૮ 396369696969696963 જેન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)