Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
લાગ્યો. રાજગચ્છના આચાર્ય પોતાની જાતને મૂળ રીતે ચંદ્રગચ્છના જ આચાર્ય માને છે અને કહે છે કે – “રાજગચ્છ, ચંદ્રગચ્છની જ શાખા છે.
તે જ નન્નસૂરિના શિષ્ય અજિત યશોવાદીસૂરિ, પ્રશિષ્ય સહદેવસૂરિ અને પ્રપ્રશિષ્ય પ્રધુમ્નસૂરિ થયા. આચાર્ય પ્રધુમ્નસૂરિએ નાનપણમાં જ વેદ-વેદાંગોનું તલસ્પર્શી જ્ઞાન મેળવી લીધું હતું. તેમણે બધાં દર્શનોનો અભ્યાસ કરતી વખતે જૈનદર્શનનો પણ અભ્યાસ કર્યો. તુલનાત્મક દૃષ્ટિથી બધાં દર્શનોનું વિવેચન કરવાથી તેમને એ વિશ્વાસ થઈ ગયો કે જૈન ધર્મના સિદ્ધાંતો મુજબ સમ્યગુજ્ઞાન, સમ્મચારિત્ર અને સમતપની આરાધનાથી જ જન્મ, જરા (ઘડપણ), વ્યાધિ (રોગ) વગેરે સંસારનાં ઘોરાતિઘોર દારુણ દુઃખોથી સદા-સર્વદાને માટે મુક્તિ મેળવી શકાય છે. અંતરમનમાં આવો દઢ વિશ્વાસ થતાં જ તેમણે રાજગચ્છના આચાર્ય સહદેવસૂરિની પાસે દીક્ષા ગ્રહણ કરી લીધી. પોતાના ગુરુના ચરણ-શરણમાં રહીને તેમણે આગમો અને અનેક વિદ્યાઓનું તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કર્યું. ન્યાયશાસ્ત્રમાં નિષ્ણાતતા પ્રાપ્ત કરીને તેઓ મહાન વાદી બન્યા. તેમણે સવાલક, ગ્વાલિયર, ત્રિભુવનગિરિ, ચિતૌડ વગેરે અનેક રાજ્યોની રાજસભામાં અન્ય દર્શનના વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કર્યા. જૈન વાડમયમાં એ પ્રકારના ઉલ્લેખ મળે છે. કે - “પ્રદ્યુમ્નસૂરિએ પોતાના જીવનમાં ૮૪ વાદોમાં વિજય મેળવ્યો. સિસોદિયા મહારાજા અલ્લટ (વિ. સં. ૯૨૨થી ૧૦૧૦)ની રાજસભામાં તેમણે એક દિગંબર આચાર્યને શાસ્ત્રાર્થમાં પરાજિત કરીને પોતાના શિષ્ય બનાવ્યા.” - પ્રદ્યુમ્નસૂરિ પછી અભયદેવસૂરિ રાજગચ્છના પાંચમા આચાર્ય થયા. જેઓ “તર્ક પંચાનન અભયદેવસૂરિ'ના નામથી વિખ્યાત થયા. તેઓ પણ ખૂબ ઉચ્ચ કોટિના વિદ્વાન હતા. અભયદેવસૂરિએ આચાર્ય સિદ્ધસેનસૂરિના સંમતિ તર્ક નામના ગ્રંથ પર, ૨૫૦૦૦ શ્લોક - પ્રમાણ ટીકા ગ્રંથની રચના કરી, જે વાદ મહાર્ણવના નામથી પ્રસિદ્ધ છે. આ વિશાળ ગ્રંથમાં જૈન અને જૈનેતર દર્શનોની સેંકડો પ્રકારની વિચારધારાઓ ઉપલબ્ધ થાય છે.
સંજોગની વાત છે કે અભયદેવસૂરિ (તર્ક પંચાનન) પણ પોતાના ગૃહસ્થજીવનમાં રાજકુમાર હતા. આથી તેમણે પણ લોકો રાજર્ષિના સન્માનપૂર્ણ સંબોધનથી ઓળખતા હતા.
આચાર્ય અભયદેવસૂરિના પટ્ટધર શિષ્યનું નામ ધનેશ્વરસૂરિ હતું. ધનેશ્વરસૂરિ ત્રિભુવનગિરિ નામના રાજ્યના કર્દમ નામના રાજા હતા. [ ૨૧૪ 363963696969696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)