Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
ધનેશ્વરસૂરિએ અનેક રાજાઓને પ્રબુદ્ધ કરીને જેન-ધર્માનુયાયી બનાવ્યા. ચિતોડ નગરમાં તેમણે અઢાર હજાર બ્રાહ્મણોને ઉપદેશ આપીને જૈન-ધર્માનુયાયી બનાવ્યા. તેમના વિશાળ શિષ્ય પરિવારમાં અઢાર શિષ્ય ઉચ્ચ કોટિના વિદ્વાન હતા. ગચ્છની વિશાળતાને ધ્યાનમાં રાખીને ધનેશ્વરસૂરિએ પોતાના એ અઢાર વિદ્વાન શિષ્યોને આચાર્યપદ આપ્યું અને તેમનાથી રાજગચ્છની અઢાર શાખાઓ પ્રચલિત થઈ. ધનેશ્વરસૂરિના રાજગચ્છની તે અઢાર શાખાઓમાંથી જે શાખાનું મુખ્ય ક્ષેત્ર ચિતૌડ રહ્યું, તે ચૈત્રવાલગચ્છના નામથી પ્રસિદ્ધ થઈ. - ધનેશ્વરસૂરિ પછી રાજગચ્છના પટ્ટધર આચાર્ય અજિતસિંહસૂરિ થયા અને અજિતસિંહસૂરિ પછી આચાર્ય વર્ધમાનસૂરિ થયા. વર્ધમાનસૂરિએ વિક્રમ સં. ૯૮૦ થી ૯૯૧ વચ્ચેની અવધિમાં વનવાસીગચ્છના આચાર્ય વિમલચંદ્રસૂરિના શિષ્ય વિરમુનિને આચાર્યપદ પર અધિષ્ઠિત કર્યા. આ પ્રમાણે રાજગચ્છમાં અનેક વિદ્વાન અને ધર્મપ્રભાવક આચાર્ય થયા.
(દિગંબર પરંપરામાં માથુરસંઘની ઉત્પત્તિ) દિગંબર પરંપરામાં વિ. સં. ૯૫૩ (વી. નિ. સં. ૧૪૨૩)માં આચાર્ય રામસેને મથુરામાં માથુરસંઘની સ્થાપના કરી. તેમણે દિગંબર પરંપરામાં તે સમયે પ્રચલિત અનેક મુખ્ય માન્યતાઓથી પૂર્ણતઃ ભિન્ન માન્યતાઓનું પ્રચલન કર્યું. આચાર્ય રામસેન દ્વારા પ્રચલિત કરવામાં આવેલ નવી માન્યતાઓમાંથી મુખ્ય બે માન્યતાઓ નીચે મુજબ છે :
પ્રથમ માન્યતા : સાધુઓ માટે મોરપીંછ, બલા,પીંછ અથવા પીંછાં વગેરે કોઈ પણ પ્રકારનાં પીંછાં રાખવાની કોઈ જરૂર નથી. તેમણે પોતાના સાધુઓને કોઈ પણ પ્રકારનાં પીંછાં રાખવા પર નિષેધ કર્યો આ જ કારણથી તેમનો માથુરસંઘ નિષ્કિચ્છક-ગચ્છના નામથી ઓળખાવા લાગ્યો.
આગમિક ઉલ્લેખોથી એ નિર્વિવાદપણે સાબિત થાય છે કે - “શ્રમણનાં પંચ મહાવ્રતોમાંથી પ્રથમ અહિંસા મહાવ્રતનું યોગ્ય રીતે પાલન કરવા માટે રજોહરણ અને મુખવસિકા, આ બે ધર્મોપકરણ પ્રત્યેક સાધુ-સાધ્વી માટે પરમાવશ્યક ઉપકરણ બતાવવામાં આવ્યાં છે. દિગંબર પરંપરાના આગમતુલ્ય માન્ય ગ્રંથોમાં પણ પીંછાં અને કમંડળ, આ બે ધર્મોપકરણોને રાખવાં, તીર્થકરો સિવાય બધાં પંચ મહાવ્રતધારકો માટે અનિવાર્ય છે. ૨૧૬ ૬૬૩૬96969696969696969ી જેન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)