Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
રાજગચ્છ
રાજગચ્છ શ્વેતાંબર પરંપરામાં ખૂબ યશસ્વી ગચ્છ રહ્યો છે. આ ગચ્છમાં અનેક પ્રભાવક અને ગ્રંથકાર આચાર્ય થયા છે. તેમનાથી જિનશાસનના પ્રચાર-પ્રસારમાં ઉલ્લેખનીય ફાળો મળ્યો. આ ગચ્છની ઉત્પત્તિ વિશે જૈન વાડ્મયમાં જે ઉલ્લેખ મળે છે, તેમનો સારાંશ આ પ્રકારે છેઃ
તલવાડા(તહનગઢ કરૌલી, વસ્યા પહેલાં તેની આજુબાજુનું એક રાજધાની નગર)ના રાજા, જે આગળ જઈને નન્નસૂરિ થયા, પોતાના ગૃહસ્થજીવનમાં એક દિવસ શિકાર માટે નીકળ્યા. જંગલમાં ભાગતા હરણાના એક ટોળાને નિશાન બનાવીને તેમણે તીર ચલાવ્યું. તેમણે જઈને જોયું કે જે શિકારને તેમનું તીર વાગ્યું છે, તે હરણી છે અને તે પણ ગર્ભવતી હરણી છે. હરણી અને તેનાં બહાર પડેલાં ગર્ભના બચ્ચાને તડપતા જોઈને રાજાનું હૃદય પસ્તાવાની આગમાં બળવા લાગ્યું. રાજાને પોતાના ઉપર ખૂબ તિરસ્કાર થયો. પસ્તાવો કરતા-કરતા તેને સંસારથી વિરક્તિ (વૈરાગ્ય) થઈ ગઈ. રાજ્ય, ઘર અને પરિવારનો તણખલાની જેમ ત્યાગ કરીને તેઓ તલવાડાથી નીકળી પડચા. પુણ્યયોગથી તેમને વનવાસીગચ્છના એક આચાર્યનાં દર્શન થયાં. રાજાએ તેમની પાસેથી ધર્મનો મર્મ (અર્થ) સાંભળ્યો. સત્યધર્મનો બોધ થતાં જ તે રાજાએ પેલા જૈનાચાર્યની પાસે શ્રમણધર્મની દીક્ષા ગ્રહણ કરી લીધી. દીક્ષા આપતી વખતે નવદીક્ષિતનું નામ નન્નમુનિ રાખવામાં આવ્યું. નક્ષમુનિએ પોતાના આચાર્યદેવ પાસેથી નિષ્ઠા ને વિનયપૂર્વક અનેક વિદ્યાઓ અને શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. આચાર્યશ્રીએ પોતાના મૃત્યુકાળને નજીક સમજી, અને નન્નમુનિને તમામ રીતે સુયોગ્ય પાત્ર સમજીને આચાર્યપદ પ્રદાન કર્યું.
પોતાના ગુરુના સ્વર્ગારોહણ પછી નન્નસૂરિ પોતાના શિષ્ય પરિવારની સાથે ભિન્ન-ભિન્ન ક્ષેત્રોમાં વિહાર કરતાં જૈન ધર્મનો પ્રચારપ્રસાર કરવા લાગ્યા. નન્નસૂરિ ખૂબ વિદ્વાન, પ્રતિભાશાળી અને કુશળ વ્યાખ્યાતા હતા. આથી તેમનો ગચ્છ ઉત્તરોત્તર વિકસિત થવા લાગ્યો. નન્નસૂરિનો જન્મ રાજવંશમાં થયો હતો, આથી લોકો તેમને રાજર્ષિ અને તેમના ગચ્છને રાજગચ્છ કહેવા લાગ્યા. આ પ્રમાણે રાજગચ્છ વી. નિ.ની ચૌદમી સદીના મધ્યાહ્નમાં મધ્ય-ગગનના સૂર્યની જેમ ચમકવા જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) ૭૦૦૦ ૨૧૩ ૐ