Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
હરિ
અપ્રતિમા હરિભદ્રસૂરિનના ઉભટ વિલાયશાસોનો
શિષ્ય ઉદ્યોતન મુનિની કુશાગ્ર બુદ્ધિ અને ઉત્કટ જ્ઞાનપિપાસાથી પ્રભાવિત થઈને તત્ત્વાચાર્યે તેમને પોતાના સમય(વિક્રમની આઠમીનવમી શતાબ્દી)ને જેન સિદ્ધાંતોના ઉચ્ચ કોટિના યશસ્વી વિદ્વાન પાસે અભ્યાસ માટે મોકલવાનો નિર્ણય કર્યો. નિર્ણય મુજબ તત્ત્વાચાર્યો તેમને જેનાગમોના મહાન જ્ઞાતા વીરભદ્રસૂરિ પાસે મોકલ્યા. વીરભદ્રસૂરિની સેવામાં રહીને મુનિ ઉદ્યોતને જૈન સિદ્ધાંતોનું તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્યાર બાદ તત્ત્વાચાર્યે ઉદ્યોતન મુનિને ન્યાયશાસ્ત્રોનો અભ્યાસ કરવા માટે દર્શન અને ન્યાયશાસ્ત્રના ઉભટ વિદ્વાન યાકિની મહત્તરા સૂનુ આચાર્ય હરિભદ્રસૂરિની સેવામાં મોકલ્યા. પોતાના સમયના અપ્રતિમ ન્યાયશાસ્ત્રી, બહુમુખી જ્ઞાનના ધણી આચાર્ય હરિભદ્રના સાંનિધ્યમાં રહીને મુનિ ઉદ્યોતને યુક્તિ શાસ્ત્રો (ન્યાયશાસ્ત્રો)ના અભ્યાસની સાથોસાથ બીજા અનેક વિષયોનો ખૂબ લગન અને નિષ્ઠા સાથે અભ્યાસ કર્યો. પોતાનો અભ્યાસ સમાપ્ત કર્યા પછી જયારે ઉદ્યોતનસૂરિએ કુવલયમાલા' ગ્રંથની રચના કરી તો તેની પ્રશસ્તિમાં એ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો કે - “તેમણે હરિભદ્રસૂરિના સાંનિધ્યમાં રહીને ન્યાયશાસ્ત્રો અને સિદ્ધાંતોનો અભ્યાસ કર્યો.' - ઉદ્યોતનસૂરિએ “કુવલયમાલા'ની રચના જાલોર નગરમાં આવેલ ભગવાન ઋષભદેવના મંદિરમાં, શાલિવાહન શક સંવત્સરની સમાપ્તિ થવામાં જ્યારે ફક્ત એક દિવસ બાકી હતો, ત્યારે ચૈત્ર વદ ચૌદશના દિવસે તૃતીય પહોરમાં પૂરી કરી. ગ્રંથરચના વખતે જાલોરમાં શ્રીવત્સ રાજાનું રાજ્ય હતું.
કુવલયમાલા' પ્રાકૃત કથા સાહિત્યનો ઉત્તમ ગ્રંથ છે. આમાં ભાષાનો પ્રવાહ ખળ-ખળ અવાજ કરતાં નૈસર્ગિક ઝરણાની જેમ સહજ અને પ્રસાદ ગુણયુક્ત છે. આનાં રચનાકાર ઉદ્યોતનસૂરિ પર પોતાના શિક્ષાગુરુ હરિભદ્રની અમરકૃતિ “સમરાઈઐકહા'નો પ્રભાવ સ્પષ્ટતઃ જોવા મળે છે. કુવલયમાલાની ભાષા, વર્ણશૈલી એ વાતની સાબિતી છે કે, દાક્ષિણ્ય ચિહ્ન આચાર્યનો અભ્યાસ ખૂબ ઊંડો હતો.
તેમના બે શિષ્યો - શ્રીવત્સ અને બલદેવને સંઘ દ્વારા જ્યેષ્ઠાર્યા બિરુદથી વિભૂષિત કરવામાં આવ્યા હતા. આનાથી અનુમાન લગાવવામાં આવે છે કે ઉદ્યોતનસૂરિના શિષ્ય પણ ખૂબ પ્રભાવશાળી હતા. ( ૧૮૪ 36369696969696969696969) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)