Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
શાલિસૂરિના જવાબથી મહારાજા અલ્લટને પૂરો સંતોષ થયો. તેમણે બલિભદ્ર મુનિના ઉપકારથી ઋણમુક્ત થવા માટે અનેક ગૃહસ્થોને બલિભદ્ર મુનિના શ્રાવક બનાવીને તેમને મહોત્સવ સાથે આચાર્યપદ પર સ્થાપિત કરાવ્યા. આચાર્ય બન્યા પછી બલિભદ્રસૂરિને વાસુદેવસૂરિના નામથી પણ ઓળખવામાં આવતા હતા.
હભૂંડીગચ્છની સ્થાપના
આચાર્યપદ પર આસીન થયા પછી બલિભદ્રસૂરિ વિહાર ક્રમથી હભૂંડી પહોંચ્યા. હથૂડીના રાઠોડવંશીય રાજા વિદગ્ધરાજને તેમણે ઉપદેશ આપી, તેને જૈન-ધર્માનુયાયી બનાવ્યો. વિદગ્ધરાજે હથંડીમાં આદિનાથ ભગવાનનું એક મંદિર બનાવીને તેમાં આચાર્ય બલિભદ્રસૂરિના હાથે વિ. સં. ૯૭૩માં ભગવાન ઋષભદેવની મૂર્તિની પ્રતિષ્ઠા કરાવી. મંદિરની વ્યવસ્થા માટે વિદગ્ધરાજના પુત્ર રાજા મમ્મટે વિ. સં. ૯૯૬માં આચાર્ય બલિભદ્રસૂરિને એક નવું દાનશાસન પ્રદાન કર્યું. સમય જતાં વિદગ્ધરાજના પૌત્ર ધવલરાજે પણ આચાર્ય શાંતિભદ્રના ઉપદેશથી વિ. સં. ૧૦૫૩માં આ મંદિરનો જીર્ણોદ્વાર કરાવ્યો અને તેનીં વ્યવસ્થા માટે એક કૂવાવાળી જમીન દાનમાં આપી.
આ રીતે હશૂંડીના શાસકોના રાજ્યાશ્રયથી બલિભદ્રસૂરિનો આ નવો સંઘ હશૂંડીમાં ફૂલ્યો-ફાલ્યો અને દૂર-દૂર સુધી તેની ખ્યાતિ થઈ. તેથી જ આ ગચ્છ ‘હભૂંડીગચ્છ’ના નામથી જગતમાં જાણીતો થયો. આ ગચ્છને ‘હસ્તિકુંડીગચ્છ'ના નામથી પણ ઓળખવામાં આવે છે, જે હથંડીનું જ સંસ્કૃત રૂપ છે.
સાંડેરગચ્છ ચૈત્યવાસી પરંપરાનો પ્રાચીન ગચ્છ હતો. જ્યાં સુધી ચૈત્યવાસી પરંપરાનું જોર રહ્યું, તે પરંપરાના કુળગુરુ પણ પોતપોતાના ગચ્છના અનુયાયીઓને, ભલે તેઓ દેશના કોઈ પણ ભાગમાં કેમ ન રહી રહ્યાં હોય, બરાબર સંભાળતા રહ્યા અને પોત-પોતાના ગચ્છના ગૃહસ્થોનાં નવાં નામ, સ્થળ વગેરેની પોતાની પોથીઓમાં નોંધ કરતા રહ્યા. પરંતુ જ્યારે ચૈત્યવાસી પરંપરા ઉત્તરોત્તર હ્રાસોન્મુખી (સમાપ્તિ) થતી રહી, તેમ-તેમ તપાગચ્છ પરંપરાના કુળગુરુઓને ચૈત્યવાસી પરંપરાના કુળગુરુ પોતાની પોથીઓ સંભળાવતા (સોંપતા) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) Z3ZGGGZZZA ૧૯૯