Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
રાખીને તેનાથી નીચેના કોઈ સમતલ સ્થળે જ સ્થાપિત કરી શકશે. બંને પક્ષોમાંથી જે પક્ષ પોતાના આરાધ્યના મંદિરને સૂર્યોદયથી પછી પણ ખેરથલથી નારલાઈમાં નહિ લાવી શકે, તે પક્ષ પૂર્ણ પરાજિત જાહેર કરી દેવામાં આવશે.'
બંને પક્ષોએ આ શરતને સહર્ષ સ્વીકારીને પોત-પોતાની મંત્રશક્તિનો પ્રયોગ શરૂ કરી દીધો. જાણીતી લોકવાયકા મુજબ બંને પક્ષોએ પોત-પોતાના મંત્રશક્તિના ચમત્કારથી આ અસંભવ લાગતા કામને સંભવ કરી બતાવ્યું. ગોસાંઈ બૈરથલમાં આવેલ શિવમંદિરને વતિઓ કરતાં કેટલીક ક્ષણ પહેલાં નારલાઈના આકાશમાં લાવ્યા, જેથી શિવમંદિર નારલાઈના પર્વત પર અને આદિનાથ મંદિર નીચેના ભાગ પર સ્થાપિત કરવામાં આવ્યું.
હાલમાં નારલાઈના પર્વત પર ભગવાન શિવનું મંદિર અને નીચેના ભાગે આદિનાથ ભગવાન ઋષભદેવનું મંદિર, આ બંને મંદિર નારલાઈમાં વિદ્યમાન છે. નારલાઈના આદિનાથ મંદિરના શિલાલેખમાં એ રીતનો અભિલેખ અંકિત છે કે, આ મંદિર યશોભદ્રસૂરિ પોતાની મંત્રશક્તિ દ્વારા અહીં લાવ્યા.
ખરેખરમાં અફવાઓ માટે અને ખાસ કરીને અસંભવ લાગવાવાળાં કાર્યોના નિષ્પાદનથી સંબંધિત અફવાઓ માટે ઈતિહાસમાં કોઈ સ્થાન નથી. છતાં પણ સદીઓથી ચાલી આવતી અફવા(લોકવાયકા)ના આધારે જનમાનસમાં ઘર કરી ગયેલી ચમત્કારિક ઘટનાઓનો ઇતિહાસ સાથે એ કારણથી ઊંડો સંબંધ છે કે, મંત્ર-તંત્ર અને ચમત્કારોની શક્તિ પ્રદર્શનનો યુગ એક સુદીઘવધિ (લાંબા સમય સુધી) સુધી આ આર્યધરા પર રહ્યો છે.
| ( ખિમષિ (ક્ષમાનષિ) ) સાંડરગચ્છ (ચૈત્યવાસી પરંપરા)ના આચાર્ય યશોભદ્રસૂરિના બલિભદ્ર અને શાલિસૂરિ સિવાય પણ અનેક શિષ્ય હતા. તેમનામાંથી ખિમઋષિ નામના મુનિ ઘોર તપસ્વી અને ક્ષમામૂર્તિ હતા. તેમનું જીવન પ્રેરણાસ્પદ હોવાથી અહીં આપવામાં આવી રહ્યું છે. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 99696969696969696969 ૨૦૧