Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
આચાર્ય જિનસેન શક સં. ૭૬૫ની આસપાસ સ્વર્ગવાસી થયા હશે. આ રીતે તેમનો જીવનકાળ શકે સં. ૬૭૫ થી ૭૬૫ એટલે કે વિ. સં. ૮૧૦ થી ૯૦૦ની વચ્ચેનો અનુમાનિત કરી શકાય છે. આચાર્ય જિનસેન (પુન્નાટસંઘ)
વિક્રમની નવમી સદીમાં દિગંબર પરંપરામાં અનેક પ્રભાવક અને મહાન ગ્રંથકાર આચાર્ય થયા છે, જેમણે અનેક અમર કૃતિઓની રચના કરીને જૈન-સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. તે મહાન ગ્રંથકાર આચાર્યોમાં પુશાટસંઘના આચાર્ય જિનસેનનું નામ અગ્રગણ્ય છે. પુન્નાટસંઘીયઆચાર્ય જિનસેનનો ‘હરિવંશપુરાણ”નામનો એક જ ગ્રંથ ઉપલબ્ધ થાય છે. પરંતુ આ એક જ એટલો મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે કે તેના રચનાકાળથી જ દિગંબર પરંપરામાં તેને આગમતુલ્ય માનવામાં આવ્યો છે. આચાર્ય જિનસેને આ ગ્રંથની પ્રશસ્તિમાં તેનો રચનાકાળ શક સં. ૭૦૫ (વિક્રમ સં. ૮૪૦) બતાવ્યો છે.
‘હરિવંશપુરાણ’માં આચાર્ય જિનસેને મુખ્ય રૂપથી હરિવંશની યાદવ શાખાના વર્ણનની સાથે-સાથે ખાસ કરીને યાદવકુળ તિલક બાવીસમા તીર્થંકર ભગવાન અરિષ્ટનેમિ (નેમિનાથ) અને નવમાં વાસુદેવ શ્રીકૃષ્ણના ચરિત્રનું વર્ણન કર્યું છે. જિનસેને મહાભારતના અતિ વિશાળ કથાનકને પણ આમાં જ સમાવી લીધું છે.
‘હરિવંશપુરાણ’ની સૌથી ખાસ વિશેષતા એ છે કે તેમાં શ્રમણ ભગવાન મહાવીરથી લઈને પોતાના (પુન્નાટસંઘીય જિનસેન) સુધીની અવિચ્છિન્ન ગુરુ પરંપરા આપવામાં આવી છે. આ ગુરુ પરંપરામાં એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ વાત કરવામાં આવી છે કે આચાર્ય શિવગુપ્તે પોતાના ગુણોના પ્રભાવથી ‘અર્હદ્ગલિ’ પદ પ્રાપ્ત કર્યું. આનાથી સંઘ-વિભાજન કરવાવાળા દિગંબરાચાર્ય અહલિના સંબંધમાં આગળ ઉપરની શોધખોળ કરવામાં મદદ મળી શકે છે. ખરેખરમાં આચાર્ય જિનસેનનું હરિવંશપુરાણ જૈન ધર્મ અને પ્રાચીન ઇતિહાસમાં અભિરુચિ રાખવાવાળા જિજ્ઞાસુઓની જ્ઞાનપિપાસા સંતોષવા માટે ખૂબ જ સહાયક ગ્રંથરત્ન છે.
પુશાટસંઘ દક્ષિણ ભારતના કર્ણાટક પ્રદેશનો ધર્મસંઘ હતો. શ્રવણબેલગોલ સ્થિત પાર્શ્વનાથ વસતિના, લગભગ શકે સં. ૫૨૨ના ઉજૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
૧૮૮ ૩૩૩