Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
જિનસેન, જે બાળવયમાં કર્ણવેધ સંસ્કાર પણ નથી થતો, તે બાળવયમાં જ પંચરૂપાન્વયી સેનગણના આચાર્ય વીરસેન પાસે શ્રમણધર્મમાં દીક્ષિત થઈ ગયા હતા. પુશાટસંઘીય જિનસેનાચાર્યે હરિવંશપુરાણની રચના કરી. હરિવંશની શરૂઆતમાં જ પોતાનાથી પૂર્વવર્તી અને સમકાલીન કવિઓના સ્મરણ-ગુણકીર્તનની સાથો-સાથ ‘પાર્થાન્યુદય’ના રચના કાર પંચરૂપાન્વયી જિનસેન અને તેમના આ કાવ્યની પણ પ્રશંસા કરવામાં આવી છે. શક સંવત ૭૦૫માં પૂરા કરવામાં આવેલ વિશાળ હરિવંશપુરાણની રચનામાં પણ પાંચસાત વર્ષનો સમય તો જરૂર લાગ્યો હશે. એનાથી એ સાબિત થાય છે કે જિનસેને શક સં. ૬૯૫ થી ૭૦૦ વચ્ચેના સમયગાળામાં ‘પાર્થાત્યુદય’ કાવ્યની રચના પૂરી કરી દીધી હતી.
‘પાર્થાત્યુદય’ કાવ્ય સમસ્યાપૂર્વાત્મક અને સંપૂર્ણ મેઘદૂતને પોતાના અંકમાં સમાવી લેનાર એક એવું અનુપમ ખંડકાવ્ય છે, જેની સરખામણીમાં બીજા કાવ્ય ટકી નથી શકતા. મેઘદૂતની કથાવસ્તુ છે વિયોગી યક્ષનો પોતાની પ્રેમિકા પ્રત્યેનો વિષય-વાસનાઓના વાટણિયાથી વાંટેલો સંદેશ, તેનાથી વિપરીત ‘પાર્થાન્યુદય’ની કથાવસ્તુ ત્યાગ-વિરાગથી ઓતપ્રોત પાર્શ્વનાથ-ચરિત્ર છે. બંને કથાવસ્તુ વચ્ચે અમાવસની અંધકારમય કાળરાત્રિ અને શરદપૂનમની ચાંદની રાત જેવો અંતર (તફાવત) છે. આ પ્રકારની વિપરીતતા હોવા છતાં પણ જિનસેને પોતાના ખંડકાવ્ય ‘પાર્થાત્યુદય’માં મેઘદૂતનો સમાવેશ કરીને પોતાની કૃતિથી વિદ્વાનોને મુગ્ધ અને આશ્ચર્યચકિત કરી દીધા. આચાર્ય જિનસેને જૈન સાહિત્યની રચનાનાં જે કાર્ય કર્યા, તેનો ઉલ્લેખ આચાર્ય વીરસેનના પરિચયમાં કરી દેવામાં આવ્યો છે.
આચાર્ય જિનસેન શૈશવાવસ્થા પાર કરી બાળવયમાં જ વીરસેનની પાસે દીક્ષિત થઈ ગયા હતા, માટે વીરસેન જ તેમના શિક્ષાગુરુ (કેળવણી આપનારા ગુરુ) રહ્યા અને દીક્ષાગુરુ પણ. આચાર્ય જિનસેન ખરેખરમાં પોતાના ગુરુની જેમ જ કર્મઠ વિદ્વાન હતા. તેઓ લગભગ પોણી સદી સુધી જૈન વાડ્મય અને જિનશાસનની સેવામાં રત રહ્યા. ઐતિહાસિક તથ્યોને ધ્યાનમાં રાખીને વિચાર કરવાથી અનુમાન લગાવવામાં આવે છે કે લગભગ ૮૮ અથવા ૯૦ વર્ષની આયુ પૂર્ણ કરી જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) 333
૭૨ ૧૮૦