Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
(સમ્રાટ લલિતાદિત્ય )
વિ. નિ.ની તેરમી સદીમાં કાશ્મીરના રાજસિંહાસન પર કારકોટ અથવા નાગવંશના રાજા લલિતાદિત્ય (મુક્તાપીડ) બેઠા. તે કનૌજના મહારાજા યશોવર્મનના સમકાલીન મહારાજા હતા. યશોવર્મન ઈ.સ. ૭00ના લગભગ કનોજના રાજસિંહાસન પર બેઠા. એવું જણાય છે કે, યશોવર્મન જ્યારે પૂર્વ-પશ્ચિમ અને દક્ષિણ દિશાઓમાં ભારતની અંતિમ હદ સુધી દિગ્વિજય કરીને એક વિશાળ અને શક્તિશાળી કનૌજ રાજ્યને સુગઠિત કરી ચૂક્યા હતા, તે સમયે લલિતાદિત્ય કાશ્મીર રાજ્યના રાજસિંહાસન પર બેઠા. જે સમયે યશોવર્મન ઉત્તર દિશામાં દિગ્વિજય કરતા-કરતા આગળ વધ્યો, તે સમયે આરબો ને તિબેટીઓએ ભારતની ઉત્તરીય સીમાઓ પર પોતાની આક્રમક ગતિવિધિઓ સંભવતઃ થોડી વધારી હતી. આરબો અને તિબેટીઓનું દબાણ સંભવતઃ ઈ. સ. ૭૩૦-૭૩૧ની આસપાસ ભારતની સીમાઓ પર વધવા લાગ્યું. યશોવર્મન ભારત પર આવવાવાળા વિદેશી આક્રમણના સંકટથી ચિંતિત થયો અને તેણે ચીનના સમ્રાટ પાસે પોતાના એક પ્રતિનિધિમંડળના માધ્યમથી ઈ.સ. ૭૩૧માં વિનંતી કરી કે - “તેઓ ભારત પર સંભવિત વિદેશી આક્રમણથી ભારતની રક્ષામાં મદદરૂપ થાય.” અનુમાન લગાવવામાં આવે છે કે ભારત પર આવવાવાળા આ ભાવિ સંકટના સંદર્ભે ભારતની ઉત્તરીય સીમા પર આવેલ કાશ્મીરના મહારાજા લલિતાદિત્ય સાથે પણ ચર્ચા-વિચારણા કરી હતી. વિદેશી આક્રમણોથી ભારતની રક્ષાના પવિત્ર કાર્યને સંગઠિત રૂપે કરવામાં આવે, એ વિચારથી યશોવર્મને, લલિતાદિત્ય સાથે મિત્રતા કરી. થોડા સમય સુધી તે બંને રાજાઓએ ભેગા મળીને આ કાર્ય કર્યું પણ હતું. તે દરમિયાન કોઈ ક્ષેત્ર વિશેષ પર પોત પોતાનો અધિકાર સ્થાપવાના પ્રયત્નમાં લલિતાદિત્ય અને યશોવર્મનની વચ્ચે મનદુઃખ થઈ ગયું અને તે મનમુટાવ ધીરેધીરે સંઘર્ષનું સ્વરૂપ ધારણ કરવા લાગ્યું. - બંને રાજાઓ વચ્ચે આ પ્રકારની સંઘર્ષમય પરિસ્થિતિ લગભગ - ઈ.સ. ૭૩૬ પછી જ કોઈ સમયે ઉત્પન્ન થઈ હશે. કેમકે ઈ.સ. ૭૩૬માં લલિતાદિત્યે પણ પોતાનું પ્રતિનિધિ મંડળ ચીનના સમ્રાટ પાસે જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 96969696969696969696969, ૧૦૦