Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
પરંતુ એક સર્વોરંભ પરિત્યાગી, બ્રહ્મચારી, પંચ મહાવ્રતધારી, નિસ્ટંગ, અલૌકિક મહાન પ્રતિભાશાળી શ્રમણ-શ્રેષ્ઠ હોવા છતાં પણ નિરંતર રાજ સંસંર્ગમાં રહેવા અથવા રાજાની ખૂબ નજીક રહેવાથી આગમાનુસારી વિશુદ્ધ શ્રમણાચારનું પાલન કઈ હદ સુધી કરી શકે છે, એ તથ્ય પર જો નિષ્પક્ષ દૃષ્ટિથી વિચાર કરવામાં આવે તો ઘણી નિરાશા થાય છે. છત્ર, ચામર, સિંહાસન, હાથી, પાલખી વગેરેનો ઉપયોગ, નિયત-નિવાસ (નક્કી રાખેલું નિવાસસ્થાન), આધાકર્મી આહાર વગેરે જે વસ્તુઓનો શાસ્ત્રોમાં શ્રમણ માટે સ્પષ્ટ નિષેધ છે, તેમનો ઉપયોગ કરતાં રહીને શ્રમણધર્મના અધ:પતનથી બચવું સંભવ નથી. અન્ય વિદ્વાન આચાર્યો દ્વારા કૃતિઓમાં તથા આચાર્ય પ્રભાચંદ્ર દ્વારા પ્રભાવક ચરિત્ર'માં બપ્પભટ્ટીના જીવનની ઘટનાઓનું જે વર્ણન ઉલ્લેખિત છે, તેના આધારે સ્પષ્ટ રીતે પ્રગટ થાય છે કે આચાર્ય બપ્પભટ્ટી સુદીર્ઘકાળ સુધી આમરાજની નજીક રહા, આ કારણે શ્રમણધર્મની મૂળ મર્યાદાઓનું પૂર્ણ અનુપાલન કરી શક્યા નહિ. જીવનભર રાજ-પરિવારની અત્યંત નજીક રહેવાના ફળસ્વરૂપ પોતાના જીવનના અંતિમ સમયમાં જે સમયે આચાર્ય બપ્પભટ્ટી ૯૦ વર્ષની ઉંમર પાર કરી ચૂક્યા હતા, તે સમયે તેમને ખૂબ જ અંતરદ્વન્દ્ર અને માનસિક અશાંતિમાં ઉલઝવું પડ્યું.
રાજા દુંદુક ખૂબ જ નિષ્ક્રિય, દુરાચારી અને કૂર નીકળ્યો. દુરાચારમાં પડીને તે પોતાના મહાતેજસ્વી અને હોનહાર પુત્ર ભોજ સુધ્ધાંને અકાળે કાળનો કોળિયો બનાવવાનું પયંત્ર કરવા લાગ્યો.
રાજુકમાર ભોજને મોતને ઘાટ ઉતારી દેવાના આ પયંત્રની જાણ આચાર્ય બપ્પભટ્ટીને થઈ ગઈ હતી. આથી તેમણે રાજકુમાર ભોજને પડ્યુંત્રથી સાવધાન કરતાં તેને દુંદુકને મળ્યા વિના જ તાત્કાલિક પોતાની માતા સાથે પાટલીપુત્ર તેના મોસાળમાં જતા રહેવાની સલાહ આપી. આચાર્ય બપ્પભટ્ટીની દૂરદર્શિતાથી રાજકુમાર ભોજ મૃત્યુના મુખથી નીકળી પોતાના નાના, પાટલીપુત્રના મહારાજા પાસે ચાલ્યો ગયો.
જ્યારે દુંદુકને ખબર પડી કે - “રાજકુમાર ભોજ પાટલીપુત્ર ચાલ્યો ગયો છે. તો તેને ખૂબ દુઃખ થયું. તેણે સારી રીતે વિચાર કર્યા બાદ નિર્ણય કર્યો કે - “ફક્ત આચાર્ય બપ્પભટ્ટી જ કોઈ ને કોઈ ઉપાયથી જૈન ધર્મનો મોલિક ઇતિહાસઃ (ભાગ-૩) 26969696969696969696969 ૧૬૯]