Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
(કનોજના મહારાજા યશોવમાં) વી. નિ.ની તેરમી સદીના પ્રથમ ચતુર્થ ચરણની આસપાસ કનૌજના રાજસિંહાસન પર યશોવર્મન (યશોવર્મ, યશોવમ) નામના એક શક્તિશાળી રાજા બેઠો. વાક્ષતિરાજ દ્વારા રચિત ગૌડવો' અને કાશ્મીરના મહારાજા લલિતાદિત્યના રાજકવિ કલ્હણ દ્વારા રચિત “રાજતરંગિણી' દ્વારા એ તથ્ય પ્રકાશમાં આવે છે કે, કનોજ રાજ્યના આ શક્તિશાળી શાસકે દૂર-દૂર સુધી દિગ્વિજય કરવાની સાથે-સાથે કાશ્મીરના મહારાજા લલિતાદિત્ય સાથે મળીને ભારતની ઉત્તરી સીમાથી ભારત પર કરવામાં આવતા આરબોના આક્રમણને અસફળ કરવા માટે ખૂબ તત્પરતા અને વીરતાથી કામ કર્યું.
ઇતિહાસકારો અનુસાર પુષ્પભૂતિ-રાજવંશના અંતિમ મહારાજા હર્ષવર્ધનના મૃત્યુ પછી લગભગ અડધી શતાબ્દી સુધી રાજનૈતિક દૃષ્ટિએ ખૂબ અસ્થિરતા રહી. ઈ.સ. ૭૦૦ની આસપાસ યશોવર્મન કનૌજના રાજસિંહાસન પર બેઠો. તે ચાલુક્ય-વંશનો રાજા હતો. - યશોવર્મન જે રીતે એક મહાન યોદ્ધો અને રણનીતિ-વિશારદ હતો, તે જ રીતે તે વિદ્યાપ્રેમી અને વિદ્વાનોનું સન્માન કરવાવાળો હતો. મહાકવિ ભવભૂતિ અને વાકપતિરાજ તેની રાજસભાના વિદ્રત્ન અને રાજકવિ હતા. વાપતિરાજે પ્રાકૃત ભાષામાં ૧૨૦૯ ગાથાઓના ગૌડવો” નામક કાવ્યગ્રંથની રચના કરીને કનૌજના અધીશ્વર યશોવર્માની પ્રશંસા કરી છે.
યશોવર્મનના સમયમાં આરબ દેશના ખલીફાઓની ગીધ દૃષ્ટિ આર્યધરા ભારત પર લાગેલી હતી. તેઓ ઇરાક, ઈરાન વગેરે દેશોની જેમ જ વિશાળ ભારતને પણ ઈસ્લામિક દેશ બનાવવા માટે કટિબદ્ધ હતા. સિંધ પ્રદેશ પર આરબોની સેનાએ કબજો પણ કરી લીધો હતો. દૂરંદેશી યશોવર્મને આરબ સેનાઓથી ભારતની રક્ષા કરવાનો દઢ સંકલ્પ કરી લીધો.
એવું જણાય છે કે, જે રીતે હર્ષવર્ધન સંપૂર્ણ ભારતને સદાને માટે એક શક્તિશાળી અજેય રાષ્ટ્ર બનાવવાની આકાંક્ષાથી એક સાર્વભૌમ ૧૦૨ BC2C31313303031330 જન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)