Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
આચાર્યશ્રીના નિર્દેશાનુસાર રાજકુમાર આમ, મુનિ બપ્પભટ્ટી સાથે રહેવા લાગ્યો. તેણે ગાઢ નિષ્ઠા, શ્રદ્ધા, અધ્યવસાય તથા મહેનત સાથે શાસ્ત્રોનો અભ્યાસ શરૂ કર્યો અને યોગ્ય સમયમાં તમામ વિદ્યાઓ અને કળાઓમાં પ્રવીણતા મેળવી લીધી.
પોતાનો અભ્યાસ પૂર્ણ થઈ જતાં રાજકુમારે પોતાના પરમ ઉપકારી ગુરુ સિદ્ધસેનનાં ચરણોમાં મસ્તક ઝુકાવી આભાર વ્યકત કર્યો ને પોતાના મિત્ર બ્રહ્મચારી મુનિ બપ્પભટ્ટી પાસે જઈને કહ્યું : “જો મને ક્યારેક કાન્યકુબ્બનું વિશાળ રાજ્ય મળશે તો હું પ્રતિજ્ઞા કરું છું - “હું તમને ચોક્કસપણે રાજય આપીશ.”
કિશોર મુનિ બપ્પભટ્ટીએ સ્મિતપૂર્વક વાતને ટાળતા ફક્ત એટલું જ કહ્યું : “રાજકુમાર ! અમારા આ અખિલ વિશ્વના એકછત્ર અધ્યાત્મ સામ્રાજ્યથી વધીને સંસારમાં અન્ય બીજું કોઈ રાજ્ય નથી.”
રાજકુમારના કળાનિષ્ણાત થઈ જવાના થોડા જ દિવસો પછી કાન્યકુબ્રેશ્વર યશોવર્મા બીમાર થઈ ગયા. પોતાનો અંતિમ સમય નજીક જાણી તેમણે પોતાના ગુપ્તચરોને આદેશ આપ્યો કે - “તેઓ યથાશીઘ રાજકુમાર આમને શોધીને તેમની સમક્ષ હાજર કરે.” ગુપ્તચરોને
ઓછી મહેનતમાં જ રાજકુમારથી સાક્ષાત્કાર થઈ ગયો. આચાર્ય સિદ્ધસેનની આજ્ઞા મેળવી ગુપ્તચર પોતાના ભાવિ રાજેશ્વરને સાથે લઈ કાન્યકુબ્રેશ્વરની સેવામાં પહોંચ્યા.
યશોવર્માએ ખૂબ જ હર્ષોલ્લાસપૂર્ણ મહોત્સવની સાથે પોતાના પુત્ર આમનો કાન્યકુબ્બના સિંહાસન પર રાજ્યાભિષેક કર્યો. થોડા સમય પછી મહારાજ યશોવર્માનું દેહાંત થઈ ગયું. મહારાજ આમે પોતાના અમાત્ય આદિ પ્રમુખ પુરુષોને આચાર્ય સિદ્ધસેનની સેવામાં મોકલી વિદ્વાન મુનિ બપ્પભટ્ટીને તેમની સાથે કાન્યકુન્જ મોકલવા માટે પ્રાર્થના કરી. સંઘની ભાવનાને ધ્યાનમાં રાખતાં આચાર્ય સિદ્ધસેને કેટલાક ગીતાર્થ સાધુઓની સાથે પોતાના પરમપ્રિય શિષ્ય બપ્પભટ્ટીને કાન્યકુબ્ધ જવા માટે વિદાય કર્યા.
નગરથી પર્યાપ્ત દૂરી પર બપ્પભટ્ટીના આગમનના સમાચાર સાંભળી સ્વયં કાન્યકુબ્રેશ્વર તેમની સામે ગયો. વંદન-નમન, કુશળ૧૫૬ 969696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)