Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
બપ્પક્ષત્રિયએ પોતાના પુત્રનું નામ સૂરપાલ રાખ્યું. બાળક ખૂબ તેજસ્વી હતો. અનેક પ્રસંગો પર જ્યારે પોતાનાં માતા-પિતા અને ભાઈ-બંધુઓથી એમ સાંભળ્યું કે - “દુશ્મનોએ દુરભિસંધી કરીને તેમના પૈતૃક રાજ્યને હડપ કરી લીધું છે. તો તેણે મનમાં ને મનમાં ખોયેલુ પૈતૃક રાજ્ય પાછું મેળવવાનો નિશ્ચય કર્યો.
જે સમયે બાળક સૂરપાલ છ વરસનો થયો, તે સમયે તેણે પોતાના પિતાની સમક્ષ પોતાનો સંકલ્પ જાહેર કર્યો અને શત્રુઓનો સંહાર કરવાની અનુમતિ માંગી. “શત્રુઓને જો આ બાળકના સંકલ્પની વાત ખબર પડી જશે તો તેઓ તેના પ્રાણના ઘરાક બની જશે.” આવી આશંકાથી બપ્પક્ષત્રિયે બાળક સૂરપાલને ઠપકો આપતા ભવિષ્યમાં કદી પણ જબાન પર આવી વાતો નહિ લાવવાની કડક શબ્દોમાં ચેતવણી આપી. આનાથી સૂરપાલના સ્વાભિમાનને એટલો બધો ઊંડો આઘાત લાગ્યો કે તે મોકો જોઈ પોતાની માતાને પણ કાંઈ કહ્યા વગર ચુપચાપ ઘરેથી નીકળી ગયો.
તે દિવસોમાં ગુજરાતની રાજધાની પાટણમાં મહારાજા જિતશત્રુ ગુજરાત રાજ્યના સિંહાસન પર આસીન હતા. તે સમયે મોઢગચ્છના જૈનાચાર્ય સિદ્ધસેને પોતાના સદુપદેશોથી ભક્તોને સત્પથ બતાવતા સ્વ-પર કલ્યાણમાં નિરત હતા. એક દિવસ આચાર્ય સિદ્ધસેન પાટણથી વિહાર કરી અનેક સ્થાનો પર વિચરણ કરતા-કરતા મોઢેરા ગામે જઈ પહોંચ્યા. ત્યાં તેમણે રાત્રિના સમયે સુખ-પ્રસુપ્તાવસ્થામાં સ્વપ્ન જોયું સપનામાં તેમણે જોયું કે - “એક મહાન તેજસ્વી સિંહબાળક છલાંગ લગાવીને ચૈત્યના ઉચ્ચતમ શિખર પર જઈ બેઠો છે.” સવારમાં પોતાના શિષ્યવૃંદને પોતાના સ્વપ્નની વાત સંભળાવતા તેમણે કહ્યું : “રાંત્રિની અવસાન વેળામાં જોવામાં આવેલ સ્વપ્નફળ વિશે વિચાર કરતાં એવું પ્રતીત થાય છે કે - “નજીકના ભવિષ્યમાં આપણને એક એવા શિષ્યરત્નની પ્રાપ્તિ થવાની છે જે જિનશાસનની પ્રતિષ્ઠાને ઉન્નતિના ઉચ્ચતમ શિખર પર પહોંચાડી દેશે.” આમ કહીને આચાર્ય સિદ્ધસેન ભગવાન મહાવીરના મંદિરમાં ગયા.
સંજોગોવશાતુ કોઈ ધ્યેય વિના અહીં-તહીં ફરતાં ફરતાં બાળક સૂરપાલ પણ મોઢેરાના મંદિરમાં જઈ ચઢયો. આચાર્ય સિદ્ધસેનની જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 19696969696969696969 ૧૫૧