Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
રહી નહિ. યાપનીય પરંપરાના ઉત્કર્ષ-કાળમાં જ્વાલામાલિની, પદ્માવતી વગેરે દેવીઓનાં મંદિરોના નિર્માણનો પણ પ્રારંભ થયો. આ તથ્યથી આ વાતની પુષ્ટિ થાય છે કે - “શ્રવણબેલગોલામાં બાહુબલિની મૂર્તિની પ્રતિષ્ઠાપનામાં યાપનીય પરંપરાનો પણ
પ્રભાવ રહ્યો.” ૩. ભટ્ટારકપદ પર સાધ્વીઓઃ ભટ્ટારક પરંપરા પર યાપનીય સંઘનો
ન કેવળ પ્રભાવ પડ્યો, પણ આ સંઘે સાધ્વીઓને સાધુઓની સમાન જ પૂર્ણ અધિકારો સાથે ભટ્ટારપદ પર નિયુક્ત કરીને ભટ્ટારક પરંપરાને કોઈક સમયે એક નવો મોડ પણ આપ્યો.
ભટ્ટારક પરંપરા પર યાપનીયસંઘના પ્રભાવનું વધુ એક પ્રમાણ ઉપલબ્ધ થાય છે, તે એ કે પ્રાચીનકાળમાં તિરુચારણભુમલેમાં જૈનસંઘનું વિશ્વવિદ્યાલય હતું. તેના પર પ્રકાશ પાડનાર કલુગુમલેથી જે મોટી સંખ્યામાં શિલાલેખ મળ્યા છે, તેમાં એક સાધ્વી ભટ્ટારિકાનો ઉલ્લેખ છે. તે ભટ્ટારિકાએ તે વિશ્વવિદ્યાલયમાં જૈન સિદ્ધાંતોનું ઉચ્ચ કોટિનું પ્રશિક્ષણ આપીને વિદ્વાન સ્નાતકોને દેશના વિભિન્ન પ્રાંતોમાં ધર્મપ્રચાર માટે મોકલ્યા. : આ બધાં તથ્યોથી એ સુનિશ્ચિત રૂપથી સિદ્ધ થઈ જાય છે કે ભટ્ટારક પરંપરા પર ચૈત્યવાસી પરંપરાની અને પ્રમુખ-રૂપથી યાપનીય પરંપરાનો પ્રભાવ પડ્યો. ઉપર જણાવેલ વાતો પર વિચાર કરવાથી એક બીજું મહત્ત્વપૂર્ણ તથ્ય જે પ્રકાશમાં આવે છે, તે એ કે મધ્યયુગમાં શ્વેતાંબર, દિગંબર અને યાપનીય - આ ત્રણે સંઘોની ભટ્ટારક પરંપરાઓ પૃથક પૃથક રૂપથી અસ્તિત્વમાં રહી. એમાંથી યાપનીયસંઘની ભટ્ટારક પરંપરા તે સંઘના લુપ્ત થવાની સાથે સમાપ્ત થઈ ગઈ. શ્વેતાંબર સંઘની ભટ્ટારક પરંપાર પોતાના ઉદ્ભવ-કાળથી અલ્પ સમય પછી “શ્રી પૂજ્ય - પરંપરા' અને કાલાન્તરમાં “પતિ પરંપરા'ના રૂપમાં પરિવર્તિત થઈ ગઈ; જે વર્તમાનકાળમાં પણ વિદ્યમાન છે. મધ્યયુગમાં ઉત્તર ભારતમાં યતિ પરંપરાનું સર્વાધિક વર્ચસ્વ અને પ્રબળતા રહી. આ પ્રકારે ભટ્ટારક પરંપરાના નામથી જે પરંપરા આજે વિદ્યમાન છે, તે કેવળ દિગંબર આાયની ભટ્ટારક પરંપરા જ છે. જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) 999969696969696969694 ૪૯ |