Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
ધર્મ તથા બૌદ્ધ ધર્મને મુખ્ય રૂપે અડચણરૂપ સમજી, પોતાના સમયના અપ્રતિમ મીમાંસકાચાર્ય કુમારિલ્લ ભટ્ટે જૈનો તથા બૌદ્ધોના વર્ચસ્વને ખતમ કરવાનો નિશ્ચય કર્યો. વૈદિક ધર્મના પુનરુત્થાન અને તેની પુનર્મુતિષ્ઠાના દઢ સંકલ્પની સાથે મીમાંસકાચાર્યે તમામ વૈદિકેતર વિદ્વાનો પર વિજય પ્રાપ્ત કરવાની ખેવના લઈ દિગ્વિજય માટે નીકળી પડ્યા. તેમણે સર્વ પ્રથમ ઉત્તર ભારતના વૈદિકેતર વિદ્વાનોને શાસ્ત્રાર્થમાં પરાજિત કરીને વિપુલ કીર્તિ અર્જિત કરી.
ત્યાર બાદ તે દિગ્વિજયના ધ્યેય સાથે દક્ષિણ તરફ આગળ વધ્યા. “શંકર દિગ્વિજય’માં ઉલ્લેખ છે કે - “જગ્યા-જગ્યાએ વૈદિક ધર્મનો પ્રચાર-પ્રસાર કરતાં-કરતાં કુમારિલ્લ ભટ્ટ કર્ણાટક પ્રદેશના ઉજ્જૈની નામક નગરમાં પહોંચ્યા. તે સમયે કર્ણાટકમાં સુધન્વા નામના મહારાજા રાજ્ય કરતા હતા. સુધન્વા ખૂબ જ ન્યાયપ્રિય રાજા હતા. પહેલા તેઓ વેદોમાં આસ્થા રાખતા હતા, પરંતુ જૈનોના પ્રભાવથી તેઓ જૈન ધર્મમાં આસ્થા રાખવા લાગ્યા. જે સમયે કુમારિલ દિગ્વિજય કરતા-કરતા કર્ણાટકમાં આવ્યા, તે સમયે કર્ણાટકમાં જૈન ધર્મ તથા બૌદ્ધ ધર્મની ખૂબ જ બોલબાલા હતી. વેદો અને વેદ-રક્ષક બ્રાહ્મણોની ઉપેક્ષા થતી હતી.
કર્ણાટકના રાજા સુધન્વાની તો જૈન ધર્મ પ્રત્યે શ્રદ્ધા હતી, પરંતુ તેમની રાણી વૈદિક ધર્મમાં ગાઢ આસ્થા રાખવાવાળી હતી. વૈદિક ધર્મની પોતાના રાજ્યમાં આ પ્રકારની દુર્દશા જોઈને તે ખૂબ જ ખિન્ન અને ચિંતાતુર રહેતી હતી. કુમારિલ્લ ભટ્ટે તેમને આશ્વાસન (સાંત્વના) આપ્યું અને તેઓ રાજસભામાં ગયા.
બળદેવ ઉપાધ્યાયે પોતાના ગ્રંથ “શ્રીશંકરાચાર્ય'માં લખ્યું છે - “રાજા સુધન્વા પોતે તો ખૂબ જ આસ્તિક હતા, પરંતુ જે કર્ણાટક દેશના તેઓ રાજા હતા, ત્યાં ચિરકાળથી જૈન ધર્મની બોલબાલા હતી. તેમના રાજ- દરબારમાં પણ જૈનીઓનું પ્રભુત્વ હતું. કુમારિë આ વિષમ પરિસ્થિતિ જોઈ કે, રાજા પોતે તો વૈદિક ધર્મના વિરોધી નથી, પરંતુ રાજદરબાર વેદ-વિરોધીઓનો ગઢ બનેલો છે. આ બધું ધ્યાનમાં રાખી કુમારિલે કહ્યું : “હે રાજા ! ખરેખરમાં તમે તો કોયલ જેવા છો, પરંતુ જો તમારો સંસર્ગ આ મલિન, કાળા, નીચ, વેદો અને કાનને દૂષિત કરવાવાળાઓ સાથે ન હોત તો નિસંદેહ તમે પણ પ્રશંસાને પાત્ર હોત.” [ ૧૩૪ 99099696969696969ણે જૈન ધર્મનો મૌલિક ઈતિહાસ (ભાગ-૩)