Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
જેનોએ કુમારિલ્લ ભટ્ટનાં આ કડવા વચનોને પોતાના ઉપર કટાક્ષ તરીકે અનુભવ્યા અને તેઓ ખૂબ નારાજ થયા. રાજા સુધન્વા તો મનમાં ને મનમાં આવા અવસરની રાહ જોતા હતા કે જૈન વિદ્વાનો અને વૈદિક વિદ્વાનોની પરીક્ષા લેવાની તક મળે. તેમણે જૈનોને આશ્વાસન આપતા કહ્યું : “કાલે આ નવાગતુક વિદ્વાન અને આપ લોકોની પરીક્ષા લેવામાં આવશે; પરીક્ષા પછી જ આગળ વિચાર કરવામાં આવશે.”
બીજા દિવસે બંને પક્ષોની પરીક્ષા લેવામાં આવી, જેમાં કુમારિલ્લા ભટ્ટને વિજયી ઘોષિત કરવામાં આવ્યા. આથી જૈન લોકો નાસીપાસ (હતાશ) થઈ ગયા અને તેઓ કુમારિલ્લ ભટ્ટના સાથે શાસ્ત્રાર્થ કરવાનું સાહસ પણ ન ઝૂટાવી શક્યા. રાજાએ વેદબાહ્ય જૈન લોકોને રાજસભામાંથી બહાર કાઢી મૂક્યા અને પોતાના રાજવંશમાં વૈદિક ધર્મની પુનઃ પ્રતિષ્ઠા કરી. આ ઘટના બાદ કોઈ પણ દર્શનના કોઈ પણ વિદ્વાને કુમારિલ્લ ભટ્ટ સાથે શાસ્ત્રાર્થ કરવાનું સાહસ ન કર્યું. આ રીતે કુમારિલ્લ ભટ્ટની વિજયપતાકા સર્વટા ફરકવા લાગી. કુમારિલ્લ ભટ્ટે રાજા સુધન્વાને જૈનથી વૈદિક પરંપરાનો અનુયાયી બનાવી દીધો.
સુધન્વાની રાજસભામાં ઘટિત આ ઘટનાથી જૈનસંઘને કોઈ મોટો આઘાત લાગ્યો હોય કે જૈન ધર્મના પ્રચાર-પ્રસાર પર કોઈ પ્રતિકૂળ અસર પડી હોય એવી વાત નથી. કેમકે કુમારિલ્લ ભટ્ટના સમકાલીન અને ઉત્તરવર્તી-કાળમાં કર્ણાટક પ્રદેશ જૈન ધર્મનો તથા જૈન ધર્મની તે સમયની સંપ્રદાયોનો સુદઢ ગઢ રહ્યો છે.
(કુમારિલ્લ ભટ્ટનો સંક્ષિપ્ત પરિચય) ઉત્તર ભારતના રહેવાસી કુમારિલ્લ ભટ્ટ મૈથિલ બ્રાહ્મણ હતા. તિબેટી વિદ્વાન તારાનાથ અનુસાર કુમારિલ ખૂબ જ સમૃદ્ધ અને સંપન્ન ગૃહસ્થ હતા. તેમની પાસે અનાજનાં ઘણાં ખેતર હતાં. તેમને ત્યાં પાંચમો દાસ તથા પાંચસો દાસીઓ હતી. તારાનાથે પ્રખ્યાત બોદ્ધચાર્ય ધર્મકીર્તિ સાથે કુમારિત્ન ભટ્ટના શાસ્ત્રાર્થનો અને શાસ્ત્રાર્થમાં ધર્મકીર્તિ સામે કુમારિલ્લ ભટ્ટની હારનો ઉલ્લેખ કર્યો છે. હારી જવાથી કુમારિલ્લ ભટ્ટે પોતાના પાંચસો શિષ્યો સાથે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરી લીધો.
આનાથી વિપરીત કુમારિલ્લ ભટ્ટ શંકરાચાર્યની સમક્ષ સ્પષ્ટપણે જે કહ્યું હતું તે મુજબ બૌદ્ધદર્શનનાં ચીંથડાં ઉડાવવા માટે તેઓ નાલંદાના બૌદ્ધ વિશ્વવિદ્યાલયમાં તેમના સિદ્ધાંતોનો અભ્યાસ કરવા જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) 96969696969696969696969). ૧૩૫