Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
માટે ગુપ્તવેશમાં દાખલ થયા. નાલંદામાં તેમણે, સંભવતઃ ધર્મપાલ નામના બૌદ્ધાચાર્ય જે તે સમયે તે વિશ્વવિદ્યાલયના પ્રમુખ હતા, તેમની પાસે બૌદ્ધદર્શનનો અભ્યાસ કર્યો.
બૌદ્ધદર્શનમાં નિષ્ણાતતા મેળવી લીધા પછી કુમારિë બૌદ્ધાચાર્ય ધર્મપાલ સમક્ષ શરત મૂકીને શાસ્ત્રાર્થ કર્યો. આચાર્ય ધર્મપાલ કુમારિલ સામે પરાજિત થયા અને શરત મુજબ ધર્મપાલે પોતાની જાતને ભૂસાની આગમાં સળગાવી દીધી. કુમારિલે પોતાના ગુરુ બૌદ્ધાચાર્યને જે રીતે અપમાનિત કરીને આત્મદાહ કરવા માટે મજબૂર કર્યા હતા, તેના પ્રાયશ્ચિત્ત રૂપે તેમણે પોતે પણ ભૂસાની આગમાં પોતાના અંત સમયે આત્મદાહ કરી લીધો.
(શંકરાચાર્ય) વૈદિક ધર્મના પુનરુદ્ધાર અને અદ્વૈત (બ્રહ્માદ્વૈત) સિદ્ધાંતની પુન- પ્રતિષ્ઠા માટે શંકરાચાર્યે પોતાના જીવનનાં ૩૨ વર્ષ જેટલા અલ્પ આયુષ્યમાં પુષ્કળ વૈદિક સાહિત્યનું નિર્માણ કર્યું. તેની સાથે-સાથે ભારતના દક્ષિણ સાગરથી ઉત્તરમાં તિબેટ અને નેપાળ સુધી તથા પૂર્વી સાગરથી પશ્ચિમી સાગર સુધી આશ્ચર્યજનક દ્રુતગતિ(પવનવેગી ગતિ)થી ફરી-ફરીને પોતાના બ્રહ્માદ્વૈત સિદ્ધાંતનો વિશાળ ભારતના ખૂણે-ખૂણે પ્રચાર કર્યો. તેમણે ન કેવળ બૌદ્ધ અને જૈન સિદ્ધાંતોનું જ પરંતુ બ્રહ્માદ્વૈત સિદ્ધાંતથી ભિન્ન મીમાંસક, સાંખ્ય, નૈયાયિક, વૈશેષિક વગેરે વૈદિક મતોના સિદ્ધાંતોનું પણ ખંડન કર્યું. વસ્તુતઃ શંકરાચાર્ય પોતાના સમયના ધર્માચાર્યો અને વિદ્વાનોમાં અદ્ભુત મેધાશક્તિ, પ્રભાવોત્પાદક, અપ્રતિમ પ્રતિભા, અનુપમ કર્મઠતા અને અપરાજિત અથવા સર્વજયી વાગ્મિતાના ધણી હતા. શંકરાચાર્યે ૧૨ વર્ષની વયમાં વેદ-વેદાંગોનું તલસ્પર્શી જ્ઞાન મેળવવાની સાથે તેમાં દક્ષતા મેળવી અને ૧૬ વર્ષની વયમાં પ્રસ્થાનત્રયી' ઉપર મહાન ભાષ્યોનું નિર્માણ કરી તત્કાલીન વિદ્વાનોને આશ્ચર્યચકિત કરી દીધાં.
તેમના બ્રહ્માદ્વૈત સિદ્ધાંતનો મૂળ મંત્ર “તત્ ત્વમસિ” અને “જીવો બ્રશૈવ નાપરઃ” હતો. શંકરાચાર્યની એ હાર્દિક ઈચ્છા હતી કે - “વૈદિક સિદ્ધાંત બ્રહ્માદ્વૈતનો જ આર્યધરા પર એકછત્ર આધિપત્ય રહે.' પોતાની આ આંતરિક આકાંક્ષાને પૂર્ણ કરવા માટે તેમણે પ્રસ્થાનત્રયી' પર [ ૧૩૬ 96969696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)