Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
અને આ ઘોર જંગલમાં આવીને એકાંકી જીવન વ્યતીત કરવા લાગી. આ વનમાં જ સમય જતાં વિ. સં. ૭પરની વૈશાખ શુક્લ પૂર્ણિમાના દિવસે, મેં આ બાળકને જન્મ આપ્યો છે. આ રીતે આ બાળકનો જન્મ રાજમહેલના સ્થાને વનમાં થવાથી મેં તેનું નામ વનરાજ રાખ્યું છે.
ચાપોત્કટ વંશનો કુળદીપક આ બાળક તેના જન્મકાળથી જ આ વિકટ વનમાં, વન્ય પશુઓની વચ્ચે પોતાનું શૈશવકાળ (બાળપણ) વ્યતીત કરી રહ્યો છે. તેના મામાનું નામ સુરપાલ છે. જયંત્રકારી લોકો ખૂબ જ સાવધ હોય છે. તેઓ આ બાળકના બધા જ નજીકનાં સગાંસંબંધીઓને ત્યાં તેની ભાળ મેળવવા માટે અવશ્ય પ્રયત્નશીલ હશે. ક્યાંક મારો આ નાનકડો લાલ (બાળક) તે પયંત્રકારીઓની જાળમાં ન ફસાઈ જાય, એ ભયથી જ હું મારા કોઈ આત્મીયને ત્યાં ન જઈને, આ એકાંત વનમાં તેના પ્રાણોની રક્ષા કરી રહી છું.”
પોતાના જીવનના ઉષાકાળથી જ રાજમહેલોમાં રહેવાવાળી એક ક્ષત્રિય-બાળા, હિંસક પ્રાણીઓથી ઘેરાયેલા નિર્જન વનમાં અદ્ભુત સાહસ અને આત્મવિશ્વાસ સાથે રહી રહેલ છે, આ બધું જોઈ સાંભળીને શીલગુણસૂરિ અવાક રહી ગયા. તેમણે રૂપસુંદરીને કહ્યું : હવે ડગલે-ને-પગલે, સંકટોની પરંપરાથી ભરપૂર તમારા વન્યજીવનના દિવસો પૂરા થયા. તમે મારી સાથે ચાલો. તમારા રહેવાકરવાની, અને આ હોનહાર બાળકના લાલન-પાલન, શિક્ષણ વગેરેની તમામ વ્યવસ્થા કરી આપવામાં આવશે. અમારા સિવાય, તમારો અસલ પરિચય કોઈને પણ થઈ શકશે નહિ. તમે અમારા ધર્મપુત્રી છો. ગુર્જર ભૂમિનો સંપૂર્ણ જૈનસમાજ તમને અને તમારા બાળકને દેશની અણમોલ ધરોહર માનીને તમારા સ્વાભિમાન અને સન્માનની પૂર્ણરૂપે રક્ષા કરશે, તમે તમારા પુત્રને લઈને એકદમ નિશ્ચિત થઈ અમારી સાથે ચાલો.” રૂપસુંદરીએ તરત જ ઝોળી સહિત બાળકને પોતાની પીઠ પર લઈ લીધું અને સંતમંડળીનાં પદચિહ્નોનું અનુસરણ કરતી, તેમની સાથે-સાથે ચાલી નીકળી.
શીલગુણસૂરિ, બાળક વનરાજ અને તેની માતા પંચાસરના ઉપાશ્રયમાં આવ્યા. તેમણે પોતાની સેવામાં હાજર થયેલ જૈન શ્રીસંઘના પ્રમુખની સાથે ગુપ્ત મંત્રણા કરી અને રૂપસુંદરી તથા તેના જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) હિ969696969696969696969] ૧૪૧