Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
“મારે તુષાનલમાં બળી જવાની દીક્ષા ગ્રહણ કરી લીધેલી છે, અન્યથા આના ઉપર (ભાષ્ય ઉપર) વાર્તિકની રચના હું જરૂરથી કરત.”
શંકરાચાર્યે આ રીતે તુષાનલમાં બળવાનું કારણ પૂછ્યું તો કુમારિલે જણાવ્યું : “મેં બે મોટાં પાપ કર્યા છે. પહેલું તો મારા બૌદ્ધગુરુ ધર્મપાલનો તિરસ્કાર અથવા શાસ્ત્રાર્થમાં શરત અનુસાર તેમના બળી મરવાનું કારણ બન્યો, અને બીજું પાપ મેં એ કર્યું કે જેમિનીય મતની રક્ષા માટે મેં જગ્યા-જગ્યાએ ઈશ્વરનું ખંડન કર્યું. ઈશ્વરમાં મારી પૂર્ણ આસ્થા છે. વસ્તુતઃ મીમાંસાનો એકમાત્ર ઉદ્દેશ્ય (ધ્યેય) કર્મની પ્રમુખતા બતાવવાની છે. આવા ઉદ્દેશ્યથી જ મેં જગતના કર્તા અને કર્મફળના દાતાના રૂપવાળા ઈશ્વરનું ખંડન કર્યું. કંઈ પણ હોય, આ જ બે કારણોના પ્રાયશ્ચિત્ત માટે મેં આ આત્મદાહની પ્રતિજ્ઞા કરી છે. મારા ભાવ વસ્તુતઃ દોષરહિત હતા, પરંતુ લોકશિક્ષણ માટે મેં આ પ્રકારનું પ્રાયશ્ચિત્ત સ્વેચ્છાએ ગ્રહણ કર્યું છે. આપ મારા પટ્ટશિષ્ય મંડન મિશ્રને વેદાંતના આપના અદ્વૈત મતમાં દીક્ષિત કરી લો. તે આપના અદ્વૈતની ધજા પતાકા) ભારતના ક્ષિતિજ ઉપર જરૂરથી ફરકાવશે, એવો મારો દઢ વિશ્વાસ છે.” ,
શંકરે તે જ સમયે કુમારિલ્સથી વિદાય થઈ મંડન મિશ્ર સાથે શાસ્ત્રાર્થ કરવાનો નિર્ણય કર્યો. તેઓ મંડન મિશ્રના નિવાસસ્થાને પહોંચ્યા. મંડન મિશ્ર તત્કાલીન ભારતના વિદ્વાનોમાં ઉચ્ચ કોટિના વિદ્વાન અને અદ્વૈતથી ભિન્ન તમામ મતાવલંબીઓમાં અગ્રણી હતા. શંકરાચાર્યે અનુભવ્યું કે મંડન મિશ્રને હરાવવા એટલે સમસ્ત ભારતની વિદ્વાન મંડળીને હરાવવા તુલ્ય થશે. શાસ્ત્રાર્થના માધ્યમથી જો આ પ્રકારનો વિદ્વાન શિષ્ય પ્રાપ્ત થઈ જતો હોય તો અદ્વૈતના પ્રચારપ્રસારમાં ઘણી સહાયતા મળશે.” આવા વિચારોથી પ્રેરિત થઈને શંકરાચાર્યે મંડન મિશ્ર સાથે શાસ્ત્રાર્થનો પ્રારંભ કર્યો.
શાસ્ત્રાર્થમાં હાર-જીતનો નિર્ણય આપવા માટે મિશ્રના વિદુષી પત્ની ભારતીને નિર્ણાયક બનાવવામાં આવ્યાં. શાસ્ત્રાર્થના પોતાનો પૂર્વપક્ષ રજૂ કરતાં પહેલા શંકરે પ્રતિજ્ઞા કરી કે - “જો હું શાસ્ત્રાર્થમાં મંડન મિશ્રથી હારી જઈશ તો મારાં આ કાષાય વસ્ત્રોને ઉતારી, ગૃહસ્થને ધારણ કરવા યોગ્ય શ્વેત વસ્ત્ર ધારણ કરી લઈશ.” * [ ૧૩૮ દ696969696969696969692 જન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)