Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
આ પ્રમાણે પ્રતિશોધ (બદલો) લેવાનો નિર્ણય કરીને, હરિભદ્ર પોતાના ગુરુને પૂછ્યા વગર ઉપાશ્રયથી નીકળી પડ્યા. તે સીધા સૂરપાલરાજા પાસે પહોંચ્યા. પોતાના શિષ્ય પરમહંસની બૌદ્ધ સૈનિકોની રક્ષા કરીને શરણ આપવા બદલ રાજા સૂરપાલનો આભાર માન્યો અને તેમને આશીર્વાદ આપ્યા. આ પછી બંનેએ મંત્રણા કરીને બૌદ્ધાચાર્યને પરાજિત કરવા માટેની યોજના બનાવી. યોજના અનુસાર રાજા સૂરપાલે તાત્કાલિક એક વાક્પટુ, પ્રપંચ રચનામાં પ્રવીણ અને વિચક્ષણ બુદ્ધિશાળી દૂતને બૌદ્ધોના પાટનગરમાં મોકલ્યો. દૂતે, રાજા સૂરપાલની રાજસભામાં આચાર્ય હરિભદ્રસૂરિ સાથે શાસ્ત્રાર્થ કરવા માટે બૌદ્ધાચાર્યને તૈયાર કરી દીધા અને આ પ્રતિજ્ઞાપત્ર પણ ભરાવડાવ્યું કે - જે કોઈ શાસ્ત્રાર્થમાં પરાજિત થઈ જશે, તે ઊકળતા તેલની મોટી કઢાઈમાં કૂદીને પ્રાણાન્ત કરશે.’
બે-ચાર દિવસ પછી બૌદ્ધાચાર્ય પોતાના વિશાળ સેવકસમૂહની સાથે રાજા સૂરપાલની રાજસભામાં ઉપસ્થિત થયા અને હરિભદ્રસૂરિ સાથે શાસ્ત્રાર્થ કરવાનું શરૂ કર્યું. બૌદ્ધાચાર્યે હરિભદ્રસૂરિ સાથે શાસ્ત્રાર્થ પ્રારંભ કરતા બૌદ્ધ ધર્મના પ્રમુખ સિદ્ધાંત ક્ષણિકવાદને પોતાના પક્ષે રજૂ કર્યો. આચાર્ય હરિભદ્રે બૌદ્ધાચાર્યની યુક્તિઓને પોતાની અકાચ યુક્તિઓથી થોડી જ ક્ષણોમાં ખંડિત-વિખંડિત કરતાં બૌદ્ધાચાર્યને નિરુત્તર કરી પરાજિત કરી દીધા.
બૌદ્ધાચાર્ય હારી ગયા.' સભ્યોનો આ નિર્ણય સાંભળતાં જ શરત અનુસાર બૌદ્ધાચાર્યે ઊકળતા તેલની કઢાઈમાં કૂદીને પ્રાણત્યાગ કરવો પડ્યો. ત્યાં ઉપસ્થિત ઘણા બૌદ્ધ વિદ્વાનો, એક પછી એક વાદ કરવા માટે હરિભદ્ર સમક્ષ ઉપસ્થિત થયા અને હરિભદ્રથી પરાજિત થઈને શરત અનુસાર તેમણે પણ ઊકળતા તેલની કઢાઈમાં કૂદીને પ્રાણાન્ત કરવો પડ્યો.
અંતમાં બાકીના વિદ્વાનો હતાશ થઈને પોતાની અધિષ્ઠાત્રી દેવીને ભાંડવા લાગ્યા. દેવીએ પ્રગટ થઈને કહ્યું : ‘હવે શોક દૂર કરીને જલદીથી પોત પોતાની જગ્યા પર પાછા ફરી જાઓ. આ જૈનાચાર્ય સાથે વાદમાં ઊઊઊઊઊએ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
૧૨૬ ૭૩૭૭૭