Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
ત્યાં ચારે તરફ મોટી સંખ્યામાં નિયુક્ત બૌદ્ધ સૈનિકોએ તે ભાઈઓને ભાગતા જોઈને તેમને પકડવા માટે તેમનો પીછો કર્યો. સૈનિકોને નજીક આવતા જોઈ હંસે નાના ભાઈ પરમહંસને કહ્યું : “ભાઈ ! તું હવે તૃતગતિથી અહીંથી ભાગી જા. મારા તરફથી ગુરુદેવને પ્રણામ કહીને મારા દ્વારા થયેલ અવિનય માટે ક્ષમા માંગજે. સામે જે નગર દેખાય છે, તેના રાજા સૂરપાલ શરણાગતની રક્ષા કરવાવાળા છે. તેમની પાસે જતો રહેજે. તેઓ તને ગુરુદેવ પાસે પહોંચવાનો પ્રબંધ કરી આપશે.”
હંસે એકલા હાથે સમીપ આવેલા બૌદ્ધ સૈનિકોની ટુકડી સાથે ખૂબ જ સાહસથી બાથ ભીડી. પરંતુ અંતમાં અંગ-અંગ બાણોથી વીંધાઈ જવાથી હંસ નિષ્માણ થઈ ધરતી પર ઢળી પડ્યો.
પરમહંસ પોતાના મોટા ભાઈની આજ્ઞાનુસાર સૂરપાલરાજા પાસે પહોંચી ગયો અને તેમના સંરક્ષણ અને સહાયતાથી ચિત્રકૂટ નગરમાં પહોંચી જવામાં સફળ થયો.
ગુરુ સમક્ષ ઉપસ્થિત થતાં જ પોતાનું મસ્તક ગુરુના ચરણકમળમાં નમાવીને સૌથી પહેલા પોતાના યેષ્ઠ સહોદર અને પોતાના દ્વારા કરાયેલ ગુરુઅવજ્ઞા (ગુરુ આજ્ઞાની વિરુદ્ધ કરવામાં આવેલ આચરણ, અપરાધ) માટે ક્ષમા યાચના માંગી અને અંતર્મનથી “તને મિથ્યા ભવતુ દુષ્કતમ'નું ઉચ્ચારણ કરતાં-કરતાં પોતાનાં દુષ્કૃત્યોની શુદ્ધિ કરી. ત્યાર પછી પરમહંસે અથથી ઇતિ (શરૂથી અંત) સુધીના સમગ્ર ઘટનાચક્રને યથાવત ગુરુને સંભળાવી દીધું. જ્યારે પરમહંસ ગુરુદેવને, પોતાના જયેષ્ઠ બંધુ હંસની મૃત્યુનો વૃત્તાંત સંભળાવી રહ્યો હતો, ત્યારે જ તેને હૃદયાઘાત થયો અને તે નિષ્ણાણ થઈ ગુરુચરણોમાં ઢળી પડ્યો. - આચાર્ય હરિભદ્રને પોતાના પ્રભાવક ને મેધાવી શિષ્યોના આકસ્મિક મૃત્યુથી ઘણું જ દુઃખ થયું. પોતાના સુયોગ્ય શિષ્યોની વિયોગાગ્નિથી સંતપ્ત હરિભદ્રસૂરિના મનમાં અચાનક બૌદ્ધો પ્રત્યે આક્રોશ ભડકી ઊઠ્યો. તેઓ વિચારવા લાગ્યા - “જો, બૌદ્ધો દ્વારા કરવામાં આવેલા આ નૃશંસ અપરાધનો હું પ્રતિકાર નહિ કરું, તો મારા અંતિમ સમય સુધી આ વાત શૂળની જેમ મારા હૃદયમાં ભોંકાતી રહેશે.' જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩) 3396369696969696963 ૧૨૫]