Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
ન પડો.' આમ કહીને દેવી અદૃશ્ય થઈ ગઈ. બાકી બચેલા બૌદ્ધ વિદ્વાનો પોત પોતાના સ્થાને પાછા ફરી ગયા.
જ્યારે જિનભટ્ટસૂરિએ પોતાના શિષ્ય હરિભદ્રના આ અદ્ભુત ગુસ્સાની વાત પોતાના શિષ્યો પાસેથી સાંભળી તો સ્વયં ચાલીને રાજા સૂરપાલની પાસે પહોંચ્યા. પોતાનાં ધીર-ગંભીર મધુર વચનોથી હરિભદ્રને સમજાવીને શાંત કર્યા. શિષ્યોના મોહમાં આંધળા થઈને મેં ઘોર દુષ્કર્મ કર્યું છે' એવું વિચારીને પરમ ગુરુભક્ત હરિભદ્રે પોતાના પાપનું પ્રાયશ્ચિત્ત કરવા માટે ગુરુઆજ્ઞા અનુસાર ઘોર તપશ્ચર્યા શરૂ કરી. કઠોર તપશ્ચર્યાથી તેમણે પોતાના શરીરને સાવ સૂકલકડી બનાવી દીધું. તેમ છતાં પણ શિષ્યોનો વિયોગ તેમને સદા સન્તપ્ત કરતો રહ્યો. તેમને અત્યંત શોકગ્રસ્ત જોઈને અધિષ્ઠાત્રી દેવી તેમની સમક્ષ પ્રગટ થઈ. તેમને આશ્વાસન આપ્યું અને વિશુદ્ધ તપશ્ચર્યા કરીને પોતાનો જન્મ-ભવ સફળ કરવાની સલાહ આપી.
હરિભદ્રે શાસનદેવીને નિવેદન કર્યું : “અંબે ! મને એ વાતનો શોક નથી કે મારા બે વિનીત શિષ્ય હવે નથી રહ્યા. પરંતુ મને એ વાતનું ખૂબ જ દુ:ખ છે કે મારા પછી મારું પવિત્ર ગુરુકુળ સમાપ્ત થઈ જશે.”
આ સાંભળીને અંબાએ કહ્યું : “વત્સ ! ખરેખરમાં તમારી કુલવૃદ્ધિ થાય એટલા પુણ્ય તમે સંચિત કરેલાં નથી. હે મહામુને ! તમે તો કેવળ તમારા શાસ્ત્ર-સંતતિના રૂપમાં વિશાળ શાસ્ત્ર સમૂહની રચના કરવાનું પુણ્ય જ સંચિત કરેલું છે.’
આ સાંભળ્યા બાદ હિરભદ્ર પોતાના શોકથી મુક્ત થયા. તેમણે સૌ પ્રથમ સમરાર્ક ચરિત્ર (સમરાઇચ્ચકહા)ની રચના કરી, જે લગભગ બાર શતાબ્દીઓથી જૈન સાહિત્યના ક્ષિતિજ પર મહાન ગ્રંથરત્નના રૂપમાં લોકપ્રિય છે.
‘સમરાઇચ્ચકહા’ની રચના પશ્ચાત્ હરિભદ્રસૂરિએ લગભગ ૧૫૦૦ (પંદર સો) પ્રકરણોની રચના કરી અને આ ગ્રંથરત્નોને જ પોતાની સંતતિતુલ્ય માનવા લાગ્યા. પોતાના અત્યંત પ્રિય શિષ્યોના વિરહને ભૂલી નહિ શકવાના કારણે તેમણે પોતાની પ્રત્યેક રચનાના અંતમાં પોતાના નામની સાથે ‘ભવ વિરહ' પદનો પ્રયોગ કર્યો છે.
જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)
૧૨૦