Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
આ સ્થિતિમાં ઉપલબ્ધ અભિલેખોના આધાર પર એમ તો કહી જ શકાય છે કે, શ્વેતાંબર-દિગંબર વિભેદ ઉત્પન્ન થવાના સમયે અર્થાત્ વી. નિ. સં. ૬૦૦ની આસપાસ અથવા એના એક-બે દશક પછીના સમયે આ સંઘનો પૃથક વિભાગના રૂપમાં ગઠન કરવામાં આવેલ હોય. પ્રાપ્ત ઉલ્લેખો પર ઊંડાણપૂર્વક વિચાર કરવાથી એમ પણ કહી શકાય કે, ભ. મહાવીરના ધર્મસંઘના પરંપરાગત પુરાતન વર્ચસ્વને યથાવત્ બનાવી રાખવા માટે શ્વેતાંબર અને દિગંબર, આ બંને સંઘો વચ્ચેની કડીના રૂપમાં યાપનીયસંઘનું ગઠન કરવામાં આવેલ હોય.
તે સમયે બૌદ્ધ, શૈવ, વૈષ્ણવ, આવક વગેરે અન્ય ધર્મસંઘો દ્વારા સમયે-સમયે અનેક આકર્ષક જનરંજનકારી ધાર્મિક અનુષ્ઠાન અને સામૂહિકધર્મ પરિવર્તન કરાવવામાં આવતા હતા. તે વાતાવરણમાં જૈનોને પોતાના જ ધર્મમાં સ્થિર રાખવાના ઉદ્દેશથી યાપનીયસંઘે પણ નિત-નવાં આકર્ષક ધાર્મિક વિધિવિધાનોના આવિષ્કાર કર્યા. જૈનેતર સંઘોનાં મંદિરો અને મઠોથી પણ અધિક ભવ્ય મંદિરો, મઠો, વસતિઓ વગેરેના નિર્માણ કરાવડાવ્યા. જ્યારે અન્ય ધર્માવલંબીઓએ જનમતને પોતાની તરફ આકર્ષિક કરવા માટે મંત્ર-તંત્ર તેમજ દેવ-દેવીઓની સાધનાઓનો આશ્રય લીધો, તો યાપનીયોએ પણ અનેક પ્રકારનાં અનુષ્ઠાનો તથા સિદ્ધિઓનો આશ્રય લીધો. યાપનીય આચાર્યોએ જવાલામાલિની દેવીનાં સ્વતંત્ર મંદિરો બનાવડાવ્યાં. એમની ઉપાસનાના જાત-જાતના જપ-અનુષ્ઠાનને જૈનપ્રણાલીનો પુટ આપીને ભૌતિક સિદ્ધિઓની પ્રાપ્તિના ઇચ્છુક જનમતને જૈન ધર્મની તરફ આકર્ષિત કર્યો. પરિસ્થિતિને અનુરૂપ તેઓએ શ્રમણ ધર્મના સિદ્ધાંતોમાં થોડું-ઘણું પરિવર્તન કરવું આવશ્યક સમજી, તે પણ કર્યું. જૈન ધર્મના પરંપરાગત કઠોર ધાર્મિક નિયમોને સરળ બનાવી દીધા.
તે સમયે દક્ષિણના કર્ણાટક પ્રાંતમાં દિગંબર પરંપરાનો પર્યાપ્ત પ્રભાવ હતો. તેઓએ આ સિદ્ધાંતનો પ્રબળ પ્રચાર કર્યો કે - “સ્ત્રીણાં ન તદ્દભવે મોક્ષ: 'સ્ત્રીઓ તે ભવમાં મોક્ષ પ્રાપ્ત કરી શકતી નથી. મુક્તિની રાહમાં વસ્ત્ર સૌથી મોટું બાધક છે. વસ્ત્રોનો પૂર્ણ રીતે પરિત્યાગ કરીને પૂર્ણ અપરિગ્રહ, એટલે કે નગ્નતા સ્વીકાર કર્યા વગર સિદ્ધિ ક્યારેય પણ પ્રાપ્ત કરી શકાતી નથી. પોતાની માન્યતા પર અધિકમાં અધિક જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩) 96969696969696969696962 પ૧ |