Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
શૈવ સાહિત્યમાં તમિલનાડુમાંથી જૈન ધર્મને સમૂળ ઉખાડી ફેંકવા માટેના, શૈવોના અભિયાનની સફળતાનો શ્રેય તિજ્ઞાનસંબંધર, તિરુઅપ્પર, સુંદર પાંડ્યની રાણી અને તેના મહામંત્રીને આપવામાં આવ્યું છે.
શૈવસંતોએ, મુખ્યરૂપે જ્ઞાનસંબંધરે, પોતાના આ ધાર્મિક અભિયાનમાં સર્વાધિક મહત્ત્વપૂર્ણ સહાયતા આપવાવાળા સુંદર પાંડ્યનાં રાણી અને મહામંત્રીના નામ “૬૩ મહાન શૈવસંતોની સૂચિ'માં પ્રમુખસ્થાને આપ્યાં છે.
આ સામૂહિક સંહારોના ઘાતક પ્રહાર ઉપરાંત પણ, તે સમયના અને તેનાથી ઉત્તરવર્તી કાળના એવા અનેક પ્રમાણ ઉપલબ્ધ થાય છે, જેનાથી એ સિદ્ધ થાય છે કે, આ અત્યાચારોની ચાર-પાંચ સદીઓ પછી પણ તમિલનાડુનાં અનેક ક્ષેત્રોમાં જૈન ધર્મ ફળો-ફૂલતો રહ્યો. આમાંથી અનેક પ્રદેશ તે સંક્રાંતિ-કાળથી ઉત્તરવર્તી-કાળ સુધીનાં જૈન ધર્મના પ્રચાર-પ્રસાર માટેનાં પ્રમુખ કેન્દ્ર રહ્યાં. ફરીથી એક મહાન રાજસત્તાના રૂપમાં ઉદિત થયેલા ચોલશાસને જૈન-ધર્માવલંબીઓ પ્રતિ લાગણીશીલ મધુર વર્તન કરવાનો પ્રારંભ કર્યો. તમિલનાડુમાં સ્થળ-સ્થળે જૈનોનાં ધર્મસ્થાનો અને જૈન ધર્મનાં કેન્દ્રોને ગ્રામ, જમીન, સંપત્તિ વગેરેનું દાન વિપુલ માત્રામાં આપવામાં આવ્યું. એનાથી તમિલનાડુમાં જૈન ધર્મ પર શૈવોના પ્રહાર પહેલાની સ્થિતિ ભલે ના આવી શકી, પરંતુ પોતાની સ્થિતિને પૂરતા પ્રમાણમાં અપેક્ષા કરતાં વધુ સુદઢ કરી શક્યા.
(જ્ઞાનસંબંધરનો સંક્ષિપ્ત પરિચય ભારતના દક્ષિણાપથના તમિલનાડુમાં શૈવસંપ્રદાયનો પુનરુદ્ધાર અથવા પુનરુત્થાન કરવાવાળા શૈવસંતોમાં તિરુજ્ઞાનસંબંધર અને તિરુઅપ્પરના નામશીર્ષ સ્થાન પર જોવા મળે છે. જે પ્રકારે તિરુજ્ઞાનસંબંધર અને તિરુઅપ્પર દક્ષિણાપથ અને મુખ્ય રૂપથી તમિલનાડુમાં શૈવ ધર્મના પુનરુદ્ધાર અભિયાનના સૂત્રધાર માનવામાં આવે છે; તે જ રીતે જૈન ધર્મને મોટી ક્ષતિ પહોંચાડવાના સૂત્રધાર પણ તેમને જ માનવામાં આવે છે. શૈવ સાહિત્યમાં તિજ્ઞાનસંબંધરને મૂર્તિનામનાર અને સંબંધરનાં નામોથી પણ ઓળખવામાં આવે છે. તેમનું એક અન્ય નામ પિલ્લે નામનાર પણ મળી આવે છે. પિલ્લે નાયનારનો જન્મ તંજોર જિલ્લાના શિયાલી નામના ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. ૧૧૪ [9636969696969696999) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)