Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
રાજા પ્રભાકરવર્ધનના સ્વર્ગસ્થ થયા પછી માલવાના રાજાએ થાનેશ્વર પર હુમલો કરવાની યોજના બનાવી. આ દુઃખદ સમાચાર સાંભળીને રાજ્યવર્ધન દસ હજાર ઘોડેસવારોની સેના લઈને માલવરાજની સાથે યુદ્ધ કરવા માટે પ્રસ્થિત થયો અને તેણે હર્ષવર્ધનને થાનેશ્વર રાજ્યની રક્ષા કરવા માટે ત્યાં જ રોક્યો. વાયુવેગે આગળ વધીને રાજ્યવર્ધને માલવસેનાનો નાશ કર્યો.
માલવસેના પર આ જીત મેળવ્યા પછી ગૌડ રાજા શશાંકે વિશ્વાસઘાત કરીને રાજ્યવર્ધનની હત્યા કરી નાખી. આથી હર્ષવર્ધન પર આઘાતજનક વજપાત થયો. તેણે શપથપૂર્વક પ્રતિજ્ઞા કરી કે - જો થોડા દિવસોમાં પોતે પૃથ્વીને ગૌડવિહીન નહિ કરી શકે તો પોતે અગ્નિપ્રવેશ કરી લેશે. તે અનુસાર હર્ષવર્ધન એક મોટી સેના લઈને સૌથી પહેલા ગૌડરાજ શશાંકની સાથે બદલો લેવા માટે, ત્યાર બાદ ચારે દિશાઓમાં પોતાનું આધિપત્ય સ્થાપિત કરવા માટે, પ્રસ્થાન કર્યું. તેણે શશાંકની રાજધાની પુંડ્ર પર આક્રમણ કરીને યુદ્ધમાં શશાંકને પરાજિત કરી દીધો.
ઈ. સ. ૬૩૭-૬૩૮માં મગધમાં ભ્રમણ કરતી વખતે સ્વયં હુએનત્સાંગે પોતાનાં સંસ્મરણોમાં લખ્યું છે કે - “શશાંકે ગયામાં એક બોધિવૃક્ષને કાપી નાખ્યું અને તેના થોડા સમય પશ્ચાત્ તે પણ મરી ગયો.”
હર્ષવર્ધને એક સાર્વભૌમ સત્તા સંપન્ન સામ્રાજ્યની સ્થાપના દ્વારા ભારતને એકસૂત્રમાં આબદ્ધ કરવાનો નિશ્ચય કરેલો હતો. એ નિશ્ચયની પૂર્તિ માટે તેણે ખૂબ લાંબા સમય સુધી પ્રયત્નો કર્યા. પૂર્વ અને ઉત્તરમાં તેને પર્યાપ્ત સફળતા મળી. પરંતુ ભારતમાં પૂર્વથી પશ્ચિમ અને દક્ષિણથી ઉત્તર સુધીમાં એક જ શકિતશાળી કેન્દ્રીય શાસનની સ્થાપનાનું હર્ષવર્ધનનું સ્વપ્ન સાકાર ન થયું. હર્ષવર્ધનના આ સ્વપ્નને પૂરું ન થવા દેવામાં બાદામીના રાજા ચાલુક્ય સામ્રાજ્યનો સૌથી મોટો હાથ રહ્યો.
એક વિશાળ સામ્રાજ્યની સ્થાપના કરવાનું પોતાનું સ્વપ્ન સાકાર કરવા માટે જ્યારે હર્ષવર્ધન દક્ષિણ વિજય માટે દક્ષિણ તરફ આગળ જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩) 900000000000 ૧૧૯]