Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
અથવા મઠનો આચાર્ય હતો, તે સમયે તેનું નામ ધર્મસેન હતું. શૈવસાધુ બનતા જ અપ્પરે પાલિકાના જૈન સંસ્કૃતિના પ્રસિદ્ધ કેન્દ્રના મઠ અને મંદિરને જમીનદોસ્ત કરીને તેના સ્થાને તિરુવાડિગાઈ” નામનું એક વિશાળ શિવમંદિર બનાવડાવ્યું. આ
અપ્પરના જીવનની વિશેષતા એ છે કે તે જૈનસંઘમાં આચાર્ય જેવા ગરિમાપૂર્ણ પદ સુધી પહોંચ્યો. શૈવ ધર્મ અંગીકાર કર્યા પછી શૈવસંતોમાં પણ તે શીર્ષસ્થાન પર પહોંચ્યો, અને અંતમાં તે પુનઃ જૈન-ધર્માવલંબી બની ગયો અને છેવટે જે શૈવોને ઉન્નતિના ઉચ્ચ શિખર પર પહોંચાડ્યા તેમના દ્વારા જ તેની હત્યા કરી નાખવામાં આવી. '
(દેલા મહત્તર (દેલાસૂરિ)) વિક્રમની સાતમી સદીના પ્રથમ ચોથા ભાગમાં અને વી. નિ.ની અગિયારમી શતાબ્દીમાં દલાસૂરિ મહત્તર નામના એક મહાન આચાર્ય થયા. તેઓ જિનશાસન પ્રભાવક મહાવાદી અને વિદ્વાન મુનિશ્રી સૂરાચાર્યના શિષ્ય તથા દુર્ગાસ્વામી અને સિદ્ધર્ષિના ગુરુ હતા. સિદ્ધર્ષિના ઉલ્લેખાનુસાર તેઓ નિવૃત્તિકુળના આચાર્ય હતા અને પોતાના સમયના જ્યોતિષશાસ્ત્રના અગ્રણી વિદ્વાન હતા. દલાસૂરિ મહત્તરે લાટ પ્રદેશમાં અનેક વર્ષો સુધી વિચરણ કરીને અનેક ભવ્યોને પ્રતિબોધ આપતા આપતા જૈન ધર્મનો ઉલ્લેખનીય પ્રચાર-પ્રસાર કર્યો. | ઉચ્ચ કોટિના વિદુષી સાધ્વી ગણા' તેમની જ શિષ્યા હતી. જેમણે સિદ્ધષિની અમર આધ્યાત્મિક કૃતિ ઉપમિતિ ભવ પ્રપંચ કથા'ની પ્રથમ પ્રતનું અત્યંત સુંદર અને શુદ્ધ રૂપમાં આલેખન કર્યું. અંતે સંલ્લેખના સંથારાપૂર્વક ભિન્નમાલમાં સમાધિપૂર્વક સ્વર્ગારોહણ કર્યું.
(વાદીમસિંહ (ઓડ્યદેવ)) તેમનું સાચું નામ ઓડ્યદેવ હતું. પરંતુ અપરાજેય વાદી અથવા મહાન તાર્કિક હોવાના કારણે વિદ્વાનોએ તેમને વાદીમસિંહ ઉપાધિથી વિભૂષિત કર્યા હતા. તેમણે “સ્યાદ્વાદ સિદ્ધિ', “ક્ષેત્ર ચૂડામણિ' અને ગધચિંતામણિ' નામના ત્રણ ગ્રંથોની રચના કરી. કાંચીપતિ પલ્લવરાજ મહેન્દ્રવર્ગન(પ્રથમ)નો શાસનકાળ ઈ.સ. ૬૦૦ થી ૬૩૦ સુધીનો છે. વાદીમસિંહ પણ તેમના સમકાલીન હતા. આથી તેમનો સમય પણ ઈસાની સાતમી શતાબ્દીના પૂર્વાર્ધનો થઈ જાય છે. | ૧૧૬ 96969696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)|