Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
જૈનોના આગમ ગ્રંથ જ પ્રભાવિત થયાં, જૈનેત્તરોના ના થયાં ? આ તથ્યોના પ્રકાશમાં સંપૂર્ણ આગમશાસ્ત્રોના વિલુપ્ત થઈ જવાની વાત, કોઈ પણ વિજ્ઞના ગળે ઊતરવી સંભવ નથી.
આ પ્રકારે એક વર્ગમાં પર્વ, ઉત્સવ, મહોત્સવ વગેરે અવસરો પર આચાર્યો, ઉપાધ્યાયો અથવા જ્યેષ્ઠ મુનિઓ દ્વારા શ્રમણ-શ્રમણી વર્ગ પર વાસક્ષેપની પરંપરા લોકપ્રિય છે. આવશ્યક ચૂર્ણિકારે તો શ્રમણ ભગવાન મહાવીરનાં કરકમળો દ્વારા ગૌતમાદિક ગણધરો પર વાસક્ષેપ કર્યા ગયાનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ મૂળ આગમ પાઠોમાં આનો કોઈ ઉલ્લેખ પ્રાપ્ત થતો નથી.
આ જ જૈન ધર્મસંઘમાં પ્રચલિત બધા જ સંપ્રદાય અને સંઘ પોતપોતાની માન્યતાઓને ભગવાન મહાવીર દ્વારા પ્રરૂપિત ધર્મનું રૂપ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ભગવાન મહાવીર દ્વારા પ્રરૂપિત શ્રમણાચાર અને શ્રાવક-શ્રાવિકાઓના આચાર-વિચારના મૂળ અને સાચા સ્વરૂપ શું હોઈ શકે છે, એનો નિર્ણય આચારાંગ આદિ આગમોનો આધાર લઈને કરવો જોઈએ. આગમોમાં ભગવાન મહાવીર વડે પ્રરૂપિત ધર્મના વાસ્તવિક સ્વરૂપ અને આચાર-વિચારની કસોટી પર જે સ્વરૂપ અને આચાર-વિચાર ખરા ઊતરે, તે જ વાસ્તવિક તથા વિશુદ્ધ આચાર-વિચાર હોવા જોઈએ.
| 06 E33693969696969699 જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)