Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
વરાહમિહિરે કહ્યું: “મહારાજ, આ બાળકના જન્મકાળ, ગ્રહગોચર, નક્ષત્ર, લગ્ન વગેરે પર વિચાર કરવાના અનન્તર, હું એમ કહી શકવાની સ્થિતિમાં છું કે - “આ બાળક શતાયુ, સમસ્ત વિદ્યાઓમાં નિષ્ણાત તથા તમારા વડે અને તમારા પુત્રો તથા પૌત્રો વડે પણ પૂજિત થશે.”
નિમિત્તશાસ્ત્રના પારંગત વિદ્વાન આચાર્ય ભદ્રબાહુને પણ નૃપતિએ પ્રાર્થનાપૂર્વક પ્રશ્ન કર્યો : “ભગવન્! શું આવું જ થશે, જેવું પુરોહિતજી કહી રહ્યા છે?”
આચાર્ય ભદ્રબાહુ શાંત નિશ્ચલભાવથી મૌન રહ્યા. રાજા દ્વારા પુનઃ પુનઃ આગ્રહ કરવામાં આવતો રહ્યો - “આમ તો જૈન મુનિ માટે શાસ્ત્રોમાં નિમિત્ત કથનનો નિષેધ છે, છતાં પણ રોગ નિવારણાર્થ કટુ ઔષધ પણ ક્યારેક પિવડાવવાની જરૂરી હોય છે.” આ વિચાર કરી નિમિત્તજ્ઞ આચાર્ય ભદ્રબાહુએ કહ્યું: રાજનું! વાસ્તવિકતા કંઈક બીજી જ છે, જે મારે પ્રગટ ન કરવી જોઈએ, એને પ્રગટ કરવામાં કોઈ લાભ નથી. છતાં પણ તમારા અત્યંત આગ્રહને જોઈ હું એટલું જ કહેવાનું ઇચ્છીશ કે - “કર્મવિપાકનું ફળ અનિવાર્ય અને અચિંત્ય છે. જે થવાનું છે, તે સાતમા દિવસે બધાંને વિદિત થઈ જશે.” - આચાર્ય ભદ્રબાહુના પ્રતિ વરાહમિહિરના અંતરમનમાં જે વિદ્વેષાગ્નિ વર્ષોથી પ્રચ્છન્ન રૂપથી બળી રહી હતી, તે ભદ્રબાહુની આ વાત સાંભળીને સહસા ભડકી ગઈ. એમણે આક્રોશપૂર્ણ ચુનોતીભર્યા સ્વરમાં કહ્યું : “રાજનું ! આ જૈન શ્રમણોની, જ્યોતિષશાસ્ત્રમાં નામમાત્રની પણ ગતિ નથી. જો એમને ઓછું-વતું પણ જ્યોતિષનું જ્ઞાન હોય તો સ્પષ્ટ રૂપથી બતાવે કે – “સાતમા દિવસે શું થવાનું છે?' મેં સમસ્ત જ્યોતિષશાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે. મારી ભવિષ્યવાણીમાં લેશમાત્ર પણ અંતર નથી આવવાનું. કેવળ મારી વાતનો વિરોધ કરવા માટે એમણે આવી અસ્પષ્ટ વાત કહી છે, જેનો કોઈ અર્થ નથી નીકળતો. જો એમને આ વિષયનું જ્ઞાન હોય તો સાહસની સાથે બતાવે કે મારી ભવિષ્યવાણીથી વિપરીત, ક્યારે-ક્યારે શું-શું થવાનું છે?”
આથી રાજાએ પુનઃ આચાર્ય ભદ્રબાહુને પ્રાર્થના કરી: ભગવન્! આપનું જ્ઞાન સાગરની જેમ અગાધ છે. આપનાં વચનોની પ્રામાણિકતા જિન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 99696969696969696969છે. ૮૦ ]