Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
(જિનભદ્રગણિ-કાળનો હૂણ-રાજવંશ) જિનભદ્રગણિ ક્ષમાશ્રમણના યુગપ્રધાનાચાર્ય કાળમાં હૂણરાજ મિહિરકુળનું માલવા અને રાજસ્થાનના અનેક ભાગો પર રાજ્ય હતું. વી. નિ. સં. ૧૦૨૦ની આસપાસ પોતાના પિતા માલવરાજ તોરમાણના અવસાન બાદ તે માલવાના રાજસિંહાસન પર આરૂઢ થયો હતો. રાજા મિહિરકુળ બૌદ્ધોનો મોટો દુશ્મન હતો. વિદેશી હૂણ હોવા છતાં પણ એમણે હિન્દુ ધર્મ અંગીકાર કરી લીધો હતો. તે શૈવ-મતાનુયાયી હતો. મિહિરકુળ બૌદ્ધ સ્તૂપો અને સંઘારાઓને નષ્ટ કરીને બૌદ્ધોને લૂંટી લેતો હતો. તેણે પોતાના શાસનકાળમાં બૌદ્ધ ભિક્ષુઓને અનેક પ્રકારનાં કષ્ટ આપ્યાં. વી. નિ. સં. ૧૦૫૯ની લગભગ યશોધર્માએ મિહિરકુળને યુદ્ધમાં કારમી હાર આપી. આ પ્રકારનો ઉલ્લેખ મંદસૌરના વિજયસ્તંભ પર અંકિત શિલાલેખમાં વિદ્યમાન છે. યશોધર્માએ મિહિરકુળને પરાજિત કરી, ન તો માર્યો ને ન તેને બંદી બનાવ્યો. તેણે તેની પાસેથી ફક્ત પોતાના ચરણયુગલની સેવા કરાવડાવી અને પોતાને અધીનસ્થ કરદાતા રાજા બનાવીને છોડી મૂક્યો. વી. નિ. સં. ૧૦૬૯માં મિહિરકુળનું મૃત્યુ થઈ ગયું. તેનો રાજ્યકાળ ૭૦ વર્ષનો રહ્યો.
| ૧૦૪ છ9969696969696969699ન ધર્મનો મૌલિક ઇતિહાસ : (ભાગ-૩)