Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
એમણે પ્રાચીન ગ્રંથોથી ચમત્કારી મંત્રો તથા તંત્રોનું ચયન કરીને અનેક શ્રીમંતોનાં હૃદય પર પોતાનો પ્રભાવ જમાવ્યો અને તેમની પાસેથી વિપુલ ધન પ્રાપ્ત કરવા લાગ્યા. જ્યોતિષ, મંત્ર-તંત્ર આદિના ચમત્કારી પ્રભાવથી જેમ-જેમ એમને ધનની પ્રાપ્તિ થતી ગઈ, તેમ-તેમ એમની ભૌતિક મહત્ત્વાકાંક્ષાઓ વધતી ગઈ. જનમાનસ પર પોતાની મહાનતાની અમિટ છાપ જમાવવા માટે એમણે પોતાના ભક્તોના માધ્યમથી એ રીતનો પ્રચાર કરવાનો પ્રારંભ કર્યો કે - “તેઓ બાર વર્ષ સુધી સૂર્યમંડળમાં રહી આવ્યા છે. સ્વયં સૂર્યે એમને જ્યોતિષવિદ્યામાં પૂર્ણતઃ પારંગત બનાવી પૃથ્વી પર મોકલ્યા છે.”
એમણે સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ તથા અન્ય જ્યોતિષ ગ્રંથોથી જ્યોતિષના સારને લઈ એક અપૂર્વ જ્યોતિષ ગ્રંથની રચના કરી. આ પ્રકારે એમની અનેક ચમત્કારપૂર્ણ કૃતિઓ તથા કિંવદંતિઓના પરિણામ સ્વરૂપ ચારેય બાજુ એમની પ્રસિદ્ધિ ફેલાવા લાગી. આ લોક પ્રસિદ્ધિથી પ્રભાવિત થઈ પ્રતિષ્ઠાનપુરના મહારાજાએ વરાહમિહિરને પોતાના રાજપુરોહિત બનાવી લીધા. રાજપુરોહિતનું પદ પ્રાપ્ત કરવાના અંતરગત વરાહમિહિરના જ્યોતિષ જ્ઞાનની ખ્યાતિ ચારે બાજુ વધુ તીવ્રતાથી ફેલાવા લાગી. ' એ જ દિવસોમાં નિમિત્ત આચાર્ય ભદ્રબાહુનું પ્રતિષ્ઠાનપુરમાં આગમન થયું. આ શુભ સમાચાર સાંભળી પ્રતિષ્ઠાનપુરના રાજા પણ પોતાના પરિજનો તથા પૌરજનોની સાથે આચાર્યશ્રીનાં દર્શન તથા પ્રવચન શ્રવણ માટે નગરની બહાર ઉદ્યાન (બાગ-વાટિકા)માં પહોંચ્યા. રાજપુરોહિત વરાહમિહિર પણ રાજાની સાથે હતા. પ્રવચન સમાપન પશ્ચાતું રાજા પોતાના રાજપુરોહિતની સાથે આચાર્યશ્રીની જોડે જ્ઞાનચર્ચામાં નિમગ્ન થઈ ગયા. તે જ સમયે એક સંદેશવાહકે આવીને વરાહમિહિરને ત્યાં પુત્ર જન્મ થયાના સમાચાર બધાંને સંભળાવ્યા. મહારાજાએ સંદેશવાહકને પારિતોષિક આપી વરાહમિહિરને પ્રશ્ન કર્યો : “પુરોહિતજી ! આપનો આ પુત્ર કઈ-કઈ વિદ્યાઓમાં નિષ્ણાત, કેટલી આયુષ્યવાળો તથા કોની-કોના દ્વારા સન્માનિત થશે! સૌભાગ્યથી આજે બધી જ વિદ્યાઓના નિધાન આચાર્યદેવ પણ અહીં બિરાજમાન છે. અતઃ એમનાથી પણ અમને જ્યોતિષવિદ્યાની પૂર્ણતાનું પ્રમાણ પ્રાપ્ત થઈ શકશે.” | ૮૬ 969696969999999 જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)