Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
( હારિલસૂરિના સમકાલીન ધર્મદાસગણિ મહત્તર )
દોઘટ્ટીવૃત્તિ જેવા ઉત્તરવર્તી જૈન સાહિત્ય (વાડ્મય)માં એ બતાવવામાં આવ્યું છે કે – “ધર્મદાસગણિ પોતાના ગૃહસ્થજીવનમાં વિજયપુરના વિજયસેન નામના રાજા હતા. અજયા અને વિજયા નામની એમની બે રાણીઓ હતી. રાણી વિજયાની કૂખેથી એક પુત્રનો જન્મ થયો, જેનું નામ રણસિંહ રાખવામાં આવ્યું. સૌતિયા દાહ(ઈષ)થી વશ થઈને રાણી અજયાએ પડ્યુંત્ર કરીને બાળક રણસિહનું અપહરણ કરાવી દીધું. વિજયસેન અને વિજયાને આ ઘટનાથી ઊંડો આઘાત લાગ્યો. એ બંનેને સંસારથી વૈરાગ્ય થઈ ગયો અને બંનેએ પંચમહા-વ્રતોની ભગવતી દીક્ષા ગ્રહણ કરી લીધી. દીક્ષા પછી રાજા વિજયસેન ધર્મદાસગણિના નામથી વિખ્યાત થયા.
આ બાજુ રાજકુમાર રણસિંહનું લાલન-પાલન એક ખેડૂતના ઘરમાં થયું. રણસિંહએ યુવાવસ્થામાં પ્રવેશ કરતાં જ પોતાના પૌરુષત્વથી વિજયપુરના રાજસિંહાસન પર અધિકાર મેળવી લીધો. સમય જતાં રાજા રણસિંહ ધર્મથી વિમુખ થઈને પ્રજા પર અન્યાય કરવા લાગ્યો.
પોતાના જ્ઞાનાતિશયથી જ્યારે ધર્મદાસગણિને એ ખબર પડી કે - “એમનો પુત્ર પાપપૂર્ણ કાર્યોમાં સંલગ્ન છે.” તો તેમણે પોતાના પુત્રને સન્માર્ગે લાવવા માટે “ઉપદેશમાળા' ગ્રંથની રચના કરી. આમાં ૫૪૪ ગાથાઓ છે. ધર્મદાસગણિ મહત્તરે રણસિંહને ઉપદેશ આપવા માટે જિનદાસગણિ અને સાધ્વી વિજયશ્રીને મોકલ્યાં. એ બંનેએ વિજયપુર પહોંચીને રાજા રણસિંહને “ઉપદેશમાળા'ના માધ્યમથી ધર્મોપદેશ આપ્યો. ઉપદેશમાળાના ઉપદેશોનો રાજા રણસિંહ પર ઊંડો પ્રભાવ પડ્યો. તે વિશુદ્ધ સમ્યકત્વધારી શ્રાવક બની ગયો, અને સમય જતાં પોતાના પુત્રને રાજ્ય સોંપીને આચાર્ય મુનિચંદ્ર પાસે શ્રમણધર્મમાં દીક્ષિત થઈ ગયો. ખરેખર “ઉપદેશમાળા' ભૂલ્યાં-ભટક્યાંને સન્માર્ગ પર આરૂઢ કરવાવાળો એક શ્રેષ્ઠ ગ્રંથ છે. પોતાની આ એકમાત્ર કૃતિથી ધર્મદાસગણિ મહત્તર અમર થઈ ગયા. એમની આ કૃતિ મુમુક્ષુ સાધકો માટે પરમ હિતકારિણી છે. ૯૮ 9696969696969696969696) જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)