Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
પર કોઈને સંદેહ નથી. પણ જ્યોતિષશાસ્ત્રની પ્રામાણિકતા સંબંધમાં આજનો આ પ્રસંગ એક પરીક્ષા (કસોટી) છે. મારી પણ જિજ્ઞાસા છે કે આપના કથનને થોડું સ્પષ્ટ કરો કે સાતમા દિવસે શું થવાનું છે?”
આચાર્ય ભદ્રબાહુએ શાંત સ્વરમાં કહ્યું: “આ પ્રશ્ન પર મારું મૌન રહેવું જ ઉચિત હતું, પરંતુ આપના વારંવારના આગ્રહને ઠુકરાવવું પણ ઉચિત નથી, એમ સમજી હું એ જ કહીશ કે - “જ્યોતિષશાસ્ત્ર અનુસાર વાસ્તવિક ભવિતવ્યતા (ભવિષ્યવાણી) એ છે કે સાતમાં દિવસના અંતમાં આ બાળકનું બિડાલથી મૃત્યુ થઈ જશે.”
આ સાંભળી બધા સ્તબ્ધ રહી ગયા. પરંતુ વરાહમિહિર ઘણા કુદ્ધ (ક્રોધિત) થઈ, એમ કહેતા પોતાના ઘર તરફ ચાલી નીકળ્યા : “મહારાજ ! ભદ્રબાહુનું કથન અસત્ય સિદ્ધ થશે અને તે દિશામાં આઠમા દિવસે એમને કઠોર દંડ આપવામાં આવે.” પણ એમનું મન શંકાગ્રસ્ત થઈ ગયું. એમણે પોતાના ઘરની ચારેય બાજુએ સૈનિકોનો કડક પહેરો લગાવી દીધો. પ્રસૂતિગૃહમાં પણ દરેક પ્રકારની આવશ્યક સામગ્રીનો સમુચિત પ્રબંધ કરી એમણે પોતાના પુત્રની રક્ષા માટે દક્ષ ધાત્રીને સાત દિવસ સુધી પ્રતિક્ષણ સતર્કતા રાખવાની અને સૂતિકાગૃહમાં જ રહેવાનો આદેશ આપ્યો. એમણે એ વાતનો પણ પૂરો પ્રબંધ કર્યો કે - કોઈ પણ બિડાલ એમના ઘરની આસપાસ પણ ન આવી શકે.”
અંતતોગત્વા (આખરે) અનિષ્ટની આશંકાવાળો એ સાતમો દિવસ આવ્યો. બધાને વધારેમાં વધારે સજાગ રહેવા માટે સાવધાન કરી વરાહમિહિર સ્વયં અત્યંત સતર્ક થઈ પ્રસૂતિગૃહના દ્વાર પર પહેરો લગાવવા માંડ્યા. સાતમા દિવસની સમાપ્તિની અંતિમ ક્ષણોમાં પ્રસૂતિગૃહના સુદેઢ દરવાજાની બિડાલમુખી ભારે ભરખમ લોખંડની ચોખટો એ નાનાશા બાળશિશુ પર પડી અને તત્કાળ તે કાળને શરણ થઈ ગયો. બાળકના મૃત્યુના સમાચાર વાયુવેગે સંપૂર્ણ નગરમાં ફેલાઈ ગયા.
પુરોહિતના ઘરે પહોંચી સાંત્વના આપ્યા પછી રાજાએ બાળકના મૃત્યુનાં કારણ જાણવા માંગ્યું. જવાબમાં અશ્રુધારા વહેડાવતી ધાત્રીએ તે લોખંડની અર્ગલા (ચોખટ) રાજા સમક્ષ પ્રસ્તુત કરી દીધી, જેના બાળક પર પડવાથી તેનું મૃત્યુ થયું હતું. અર્ગલાના મુખ પર બનેલી બિડાલની આકૃતિને જોઈ રાજા આશ્ચર્યથી બોલી ઊઠ્યા: “ભદ્રબાહુનું નિમિત્તજ્ઞાન પૂર્ણ, અથાગ અને અનુપમ (લાજવાબ) છે.” [ ૮૮ 969696969696969696963 જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)