Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
સમવય મળે જયારે દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના સ્વર્ગસ્થ થયાના ઉત્તરવર્તી કાળમાં જૈન ધર્મની અધ્યાત્મપરક મૂળ પરંપરાના સ્થાન પર દ્રવ્ય પરંપરાઓનું પ્રાયઃ સર્વત્ર વર્ચસ્વ સ્થાપિત થઈ ગયું હતું. લોપ્રવાહ ભાવાર્ચનાને ભૂલીને દ્રવ્યાર્ચનાને જ ધર્મનું સ્વરૂપ સમજવા લાગ્યો હતો. દ્રવ્ય પરંપરાના વર્ચસ્વ કાળમાં મૂળ ભાવ પરંપરામાં જે શિથિલાચારનું પ્રાબલ્ય ઉત્તરોત્તર વધતું ગયું, તેનાથી મુમુક્ષુ સાધુઓને ખૂબ જ ચિંતા થઈ. મૂળ પરંપરાને પુનઃ પ્રતિષ્ઠિત કરવા માટે અનેક આત્માર્થી આચાર્યો, શ્રમણો વગેરેએ અનેક વાર પ્રયાસ કર્યા, પણ એમના પરિણામ આશાનુ ફળ ના નીકળ્યા. તે છતાં તે મહાપુરુષો નિરાશ ન થયા, એમના પ્રયત્ન નિરંતર ચાલતા રહ્યા. એમના પ્રયાસ આંશિક રૂપમાં જ સફળ થયા. એમની અલ્પ સફળતા અથવા અસફળતાનું મૂળ કારણ એ હતું કે દ્રવ્ય પરંપરાઓના સમર્થકોએ રાજા અને પ્રજા બંનેને પ્રભાવિત કરી પોતાની તરફે કરી લીધા હતા. દ્રવ્ય પરંપરાઓ વડે પ્રચલિત કરેલી માન્યતાઓ લોકોમાં ધર્મના નામે રૂઢ થઈ ગઈ હતી. અસફળતાનું બીજું કારણ એ હતું કે, એ શકિતશાળી દ્રવ્ય પરંપરાઓના અનુયાયી રાજાઓ, સામંતો, કોટ્યાધીશો (કરોડપતિઓ), વેપારીઓ વગેરેના દ્વારા જનસાધારણને જે સુવિધાઓ, એ સમયે પ્રાપ્ત થતી હતી, તેવી સુવિધાઓ આપવામાં નવા ક્રિયોદ્ધારક અસમર્થ હતા.
જૈન ધર્મના મૂળ સ્વરૂપમાં આસ્થા રાખવાવાળા શ્રમણવર્ગ દ્રવ્ય પરંપરાઓ વડે આવી ગયેલી વિકૃતિઓથી ભારે ચિંતામાં રહ્યા. ધર્મના મૂળ સ્વરૂપમાં ઉત્તરોત્તર વધતી જતી વિકૃતિઓ અને શ્રમણવર્ગમાં ક્રમશઃ વધતા ગયેલા શિથિલાચાર, આ બધું તે આચાર્યો અને સાધુ-સાધ્વીઓનાં હૃદયમાં શલ્ય(કાંટા)ની જેમ ખટકતા રહ્યા.
“મહાનિશીથ'ના પર્યાલોચનથી એવું પ્રતીત થાય છે કે - વિભિન્ન એકમોમાં વિભક્ત ધર્મસંઘમાં ઉત્તરોત્તર વધતા જતા માન્યતાભેદો પર જો કોઈ પ્રકારનો અંકુશ લગાવીને જૈનસંઘને એકતાના સૂત્રમાં આબદ્ધ કરવામાં નહિ આવે તો આના દૂરગામી પરિણામ ખૂબ ભયાનક સિદ્ધ થશે આ આશંકાથી ચિંતિત થઈ વિભિન્ન પરંપરાઓના નાયકોએ ભાવ પરંપરા અને અનેક સંપ્રદાયો ને ઉપસંપ્રદાયોમાં વિભક્ત દ્રવ્ય પરંપરાઓની ૭૦ 0:23969696969696969ણે જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)