Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
વચ્ચે સમન્વય સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો. “મહાનિશીથ'માં ઉપલબ્ધ ઉલ્લેખોથી એ નિશ્ચિત રૂપથી કહી શકાય કે - વિ. સં. ૭પ૭ થી ૮૨૭ની મધ્યમાં થયેલ આચાર્ય હરિભદ્રએ “મહાનિશીથ'નું શોધન, પરિવર્ધન, પુનરાલેખન વગેરે કરી પુનરુદ્ધાર કર્યો.
એ સમયે ઉપલબ્ધ ‘મહાનિશીથ'ની એકમાત્ર પ્રત(નકલ)ના ઘણા અંશ દમક (ઊધઈ) દ્વારા ખવાઈ ગયા હતા. ક્યાંક પંક્તિઓ, ક્યાંક અક્ષર, ક્યાંક પૃષ્ઠ તો ક્યાંક પૂરેપરાં ત્રણ-ત્રણ પાનાં સુધી નષ્ટ થઈ ગયાં હતાં. “મહાનિશીથ'ની એ જીર્ણપ્રતિના ઉદ્ધારની પાછળ આચાર્ય હરિભદ્રનો અને એમની સાથે મધુર સંબંધ રાખવાવાળા વિભિન્ન પરંપરાઓના અમુક આચાર્યોનો મૂળ ઉદ્દેશ્ય જૈન ધર્મસંઘમાં ઉત્તરોત્તર વધતી જતી માન્યતાભેદને યથાસંભવ ખતમ કરવા અથવા ઓછા કરવા અને પરસ્પર સમન્વય સ્થાપિત કરવાનો હતો. પોતાના આ ઉદ્દેશ્યની પૂર્તિ માટે હરિભદ્રસૂરિ અને તત્કાલીન વિભિન્ન સંઘોના આચાર્યોએ “મહાનિશીથ'ના મૂળપાઠમાં અનેક નવીન પૃષ્ઠ જોડીને તેનો ઉદ્ધાર કર્યો. પોતાના આ પ્રયાસમાં આચાર્ય હરિભદ્ર અને સમકાલીન અન્ય જૈનાચાર્યોએ એવી ધાર્મિક ક્રિયાઓને પણ જૈન-ધર્માવલંબીઓની ધાર્મિક દૈનંદિનીમાં જોડવાનો પ્રયાસ કર્યો, જેનો મૂળ આગમાં દ્વારા નિષેધ કરવામાં આવ્યો હતો.
તેમના દ્વારા આવું કરવા પાછળ, એવું અનુમાન કરી શકાય કે - દ્રવ્ય પરંપરાઓ વડે પ્રચલિત દ્રવ્યાર્ચનાના, જે-જે વિધિ-વિધાન, ધાર્મિક રીતિ-રિવાજના રૂપમાં જૈનધર્માવલંબીઓના જીવનમાં રૂઢ થઈ ગયા હતા અને જેમને હટાવવા સંભવ ન હતાં, એ કેટલાંક રીતિ-રિવાજો અને દૈનિક કર્તવ્યોને એમણે ધર્મના અભિન્ન અંગના રૂપમાં માન્ય કરી લીધાં. દ્રવ્યાર્ચના અને ભાવાર્ચનાની સમસ્યામાં સમાધાન કરાવવા માટે હરિભદ્રસૂરિ વગેરે આઠ આચાર્યોએ સમન્વયકારિણી દ્રવ્યાર્ચનાની પ્રથમ માન્યતાને એકમતથી સ્વીકારી લીધી. સંભવતઃ આઠેય આચાર્યોએ સર્વસંમતિથી સ્વીકાર કરવામાં આવેલી બીજી માન્યતા હતી, “ચૈત્યવંદનની માન્યતા” જે ચૈત્યવાસી પરંપરાના શરૂઆત અને અભ્યદયકાળથી જ દ્રવ્ય પરંપરાઓના માધ્યમથી જૈનસંઘમાં રૂઢ થઈ ગઈ હતી. ચૈત્યવંદનની જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 96969696969696969696969 ૦૧ |