Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
આચાર્યને પ્રણામ કરી પોતાની જાતને ધન્ય માનતો હતો. રાજા અમોઘવર્ષ પરમ જિનભક્ત હોવાની સાથે એક સમર્થ કવિ અને ઉદ્ભટ વિદ્વાન પણ હતો. તેણે “રત્નમાલિકા' અને “કવિરાજ માર્થાલંકાર' નામના બે ગ્રંથોની રચના કરી. રત્નમાલિકામાં અમોઘવર્ષએ સ્વયંના વિરક્ત થવાનો અને રાજસિંહાસનના ત્યાગનો ઉલ્લેખ કર્યો છે. અમોઘવર્ષના શાસનકાળમાં દક્ષિણ ભારતના સુવિશાળ ક્ષેત્રમાં જૈન ધર્મની ઉલ્લેખનીય ઉન્નતિ થઈ. - રાષ્ટ્રકૂટ વંશના ઓગણીસમા રાજા કૃષ્ણ કન્નરનો શાસનકાળ ઈ.સ. ૯૪૫ થી ૯૫૬ સુધી રહ્યો. આ રાજાના સમયમાં સોમદેવ, પુષ્પદંત, ઈન્દ્રનંદી વગેરે અનેક મોટા-મોટા જૈનાચાર્ય થયા. તેઓના શાસનકાળમાં કલચુરી રાજા વલ્લાલ જૈન ધર્મનો ત્યાગ કરીને શૈવ બની ગયો અને જૈનસંઘ પર અત્યાચાર કરવા લાગ્યો. રાજા કૃષ્ણ પોતાના સાળા મારસિંહ(ગંગવંશના ચોવીસમા રાજા)ને સંભવતઃ તેના યુવરાજકાળમાં મોટી સેના આપી અને તેનાથી વલ્લાલ પર આક્રમણ કરાવડાવ્યું. ગંગ યુવરાજ મારસિંહે વલ્લાલને પરાજિત કરી, ઠીક એવી રીતે જૈનસંઘની રક્ષા કરી, જે પ્રકારે ભિખુરાય ખારવેલે પુષ્યમિત્ર શૃંગ પર આક્રમણ કરીને જૈનોની રક્ષા કરી હતી.
રાષ્ટ્રકૂટવંશના વીસમા રાજા કર્ક (દ્વિતીય અમોઘવષ) ઈ.સ. ૯૭રમાં ધારાના પરમાર રાજા હર્ષ સિયાલ દ્વારા પરાસ્ત થઈ ગયો. તેનો પરાજય અને રાષ્ટ્રકૂટ રાજ્યની રાજધાની માન્યખેટના પતનની સાથે જ જૈન ધર્મના પ્રબળ પોષક રાષ્ટ્રકૂટવંશના શકિતશાળી સામ્રાજ્યનો સૂર્ય અસ્ત પ્રાયઃ થઈ ગયો. રાષ્ટ્રકૂટવંશના સુદીર્ઘ શાસનકાળમાં દક્ષિણમાં જૈન ધર્મ ઉલ્લેખનીય રૂપથી ફૂલ્યોફાલ્યો. આ રાજ્યના સમાપ્ત થતાં જ, ન કેવળ તેની પ્રગતિમાં અવરોધ આવ્યો, પરંતુ ઉત્તરોત્તર તેનો હ્રાસ થવાનો આરંભ થઈ ગયો.
(વિશિષ્ટ વ્યાખ્યાગ્રંથોનો સ્વર્ણિમ રચનાકાળ) રાષ્ટ્રકૂટવંશી રાજાઓના શાસનકાળમાં જૈન ધર્મની સાથે-સાથે જૈન સાહિત્યની પણ અભૂતપૂર્વ ઉન્નતિ થઈ. અકલંકની “અષ્ટવતી’ વિદ્યાનંદીની “અષ્ટસહસ્ત્રીમાણિક્યનંદીનું પરીક્ષામુખ સૂત્ર' તે જ રીતે [ 9696969696969696969696] ન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)