Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
આચારાંગ” આદિ કોઈ પણ આગમમાં સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકા વર્ગના માટે સમુચ્ચય અથવા વ્યક્તિગત રૂપથી એક પણ એવો ઉલ્લેખ ઉપલબ્ધ નથી થતો, જેમાં એ કહેવામાં આવ્યું હોય કે - વ્રત, નિયમ, ત્યાગ, તપ, ધ્યાન, સ્વાધ્યાય વગેરે આરાધનાઓના સમાન મૂર્તિ-પૂજા, મંદિરનિર્માણ વગેરે કાર્યો પણ સાધકો માટે પરમ આવશ્યક કર્તવ્ય છે.” ભગવતી સૂત્ર'માં ગણધર ઇન્દ્રભૂતિ ગૌતમ દ્વારા પૂછવામાં આવેલ ૩૬૦૦૦ પ્રશ્નો અને શ્રમણ ભગવાન મહાવીર દ્વારા અપાયેલ ઉત્તરોનું વિસ્તૃત વર્ણન છે. આધ્યાત્મિક અભ્યત્થાનથી સંબંધ રાખવાવાળો એક પણ વિષય આ પ્રશ્નોત્તરમાં અસ્પૃશ્ય રહેલ નથી. આ રીતે દરેક પ્રકારની જિજ્ઞાસાઓના શમન અને સંદેહના નિવારણ કરવાવાળા તે ૩૬૦૦૦ પ્રશ્નોત્તરમાંથી એકમાં પણ જિન-મંદિરનિર્માણ,
તેના અસ્તિત્વ અથવા જિનમૂર્તિની પૂજાનો કોઈ ઉલ્લેખ નથી. ૩. “ભગવતી સૂત્ર'ના બીજા શતકમાં તુંગિયા નગરીના શ્રમણોપાસકોના
સુસમૃદ્ધ જીવન, તેઓની ધર્મના પ્રતિ પ્રગાઢ આસ્થા, તેઓના ધાર્મિક કાર્યકલાપો વગેરેનું વિશદ્ વર્ણન કરવામાં આવેલ છે. તેમાં
પણ જિનમંદિર અને મૂર્તિપૂજાનો ક્યાંયે ઉલ્લેખ નથી. ૪. મૂળાગમોમાં આનંદ, કામદેવ, શંખ, પુષ્કલી, ઉદાયન વગેરે શ્રાવકોનાં
પૌષધ, ઉપવાસ, શ્રાવકની એકાદશ પ્રતિમારૂપ કઠોર વ્રતધારણ, સુપાત્રદાન, પૌષધશાળા ગમન વગેરે વિભિન્ન ધર્મકૃત્યોનાં વિસ્તૃત વિવરણ છે, પરંતુ ત્યાં પણ એવો ઉલ્લેખ નથી કે તેઓ એકવાર પણ કોઈ મંદિરમાં ગયા હોય અથવા તેઓ દ્વારા કોઈ જિનપ્રતિમાની સ્થાપના અથવા પૂજા કરવામાં આવી હોય. મૂળ આગમોમાં શ્રી કૃષ્ણ, શ્રેણિક અથવા પ્રદેશ રાજા દ્વારા જિનપ્રતિમા
પૂજા અથવા જિનમંદિરના નિર્માણનો ક્યાંયે કોઈ પણ ઉલ્લેખ નથી. ૫. મૂળ આગમોમાં આદર્શ શ્રાવકોનાં ઘરોની ભૌતિક વિપુલ રિદ્ધિસિદ્ધિના અને તેઓનાં નગરોનાં વર્ણન કરવામાં આવેલ છે. પણ આ વર્ણનમાં જિન-પ્રતિમા અને જિનમંદિરનો કોઈ પણ જગ્યાએ નામોલ્લેખ નથી. જો તે સમયે જૈન ધર્મની મૂળ પરંપરામાં મૂર્તિ - પૂજાને કોઈ સ્થાન હોત, તો તે આદર્શ શ્રાવકોનાં ઘરો અથવા નગરમાં ૫૮ 963969696969696969જૈન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)