Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
દીધો હોય. મૂળ આગમમાં પ્રતિપાદિત આ પ્રતિહત વિહારને છોડીને જે નિયત-નિવાસ અંગીકાર કરવામાં આવ્યો છે જેને - ધર્મસંઘમાં શ્રમણાચાર અને ધર્મના સ્વરૂપમાં એક ઘણાં મોટાં પરિવર્તનનું કારણ બન્યું.
નિયત-નિવાસને અંગીકાર કરવાના કારણે યાપનીય પરંપરાને પણ પોતાનાં શ્રમણ-શ્રમણીઓના આવાસ - હેતુ વસતિઓ, મંદિરોનાં નિર્માણ, ધર્મ-પ્રચારહેતુ વિદ્વાનોને તૈયાર કરવા માટે વિદ્યાલયો વગેરેનાં નિર્માણ કરાવવાં પડ્યાં. આ બધા કાર્યકલાપો માટે જ્યારે ધનની આવશ્યકતા થઈ, તો યાપનીયોએ પણ શ્રદ્ધાળુ ભક્તોથી તેમજ રાજાઓથી દ્રવ્યદાન, ભૂમિદાન અને ગ્રામદાન વગેરે લેવાનો પ્રારંભ કરી દીધો.
દિગંબર આચાર્ય શ્રુતસાગરસૂરિએ દર્શન પ્રાભૃત'ની ટીકામાં યાપનીયો માટે લખ્યું છે કે – “રત્નત્રયં પૂજયત્તિ આનાથી એ પ્રતીત થાય છે કે, પ્રારંભિક કાળમાં યાપનીય પરંપરાના અનુયાયીઓ રત્નત્રયની પૂજા કરતા હતા, પરંતુ મૂર્તિપૂજા નહિ. એક સ્થાન પર નિયત નિવાસનો પ્રારંભ કર્યા પછી ચૈત્યવાસીઓની દેખા-દેખીથી સંભવતઃ યાપનીયોમાં પણ મૂર્તિ-પૂજાનું પ્રચલન થયું હોય એવું અનુમાન કરવામાં આવે છે.
મૂર્તિ-પૂજા સંબંધમાં એક નહિ પરંતુ અનેક નિષ્પક્ષ વિદ્વાનોના અભિમત છે કે - પ્રાચીનકાળમાં જૈન-ધર્માવલંબીઓમાં મૂર્તિ-પૂજાનું પ્રચલન ન હતું. યાપનીયોના વિષયમાં શ્રુતસાગરના “રત્નત્રય પૂજ્યત્તિ', આ ઉલ્લેખથી અનુમાન લગાવવામાં આવે છે કે, એક માત્ર આધ્યાત્મિક ભાવપૂજામાં અતૂટ આસ્થા રાખવાવાળા જૈનોમાં સમયની માંગ(જરૂરત) અનુસાર શરૂઆતમાં “રત્નત્રય'ની અને ત્યાર પછી ચરણયુગલ અને અંતતોગત્વા મૂર્તિ-પૂજા પ્રચલિત થઈ હોય.
બૌદ્ધ વગેરે જૈનેતર સંઘ દ્વારા અન્ય ધર્મસંઘોના અનુયાયીઓ તથા ઉપાસકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે, જે-જે આકર્ષક ઉપાયોનું અવલંબન લેવામાં આવ્યું, તે ઉપાયોને નિષ્ફળ બનાવવા માટે જૈન આચાર્યો એ અણતિકા-મહોત્સવો, સામૂહિક તીર્થયાત્રાઓ વગેરેનો સમયે-સમયે અભિનવ રૂપે આવિષ્કાર કર્યો. આ રીતે યાપનીય પરંપરાએ જૈન-ધર્મસંઘને ક્ષણ, દુર્બળ અને નષ્ટ થવાથી બચાવ્યો. યાપનીય પરંપરાએ રત્નત્રયની પૂજા, તીર્થકરોનાં ચરણચિહ્નોની પૂજા અને મૂર્તિપૂજાને, કયા-કયા સમયે કયા ક્રમે અપનાવ્યા, આ સંદર્ભમાં નીચે લખેલાં તથ્ય વિચારણીય છે : જેન ધર્મનો મૌલિક ઇતિહાસ: (ભાગ-૩) 96969696969696969696969, ૫૦