Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
સિંહનંદીનો આચાર્યપદ પર અભિષેક કરતી વખતે તેઓને અતિ ઉત્તમ શિબિકા, રત્નજડિત પીંછુ, ચામર અને છત્ર વગેરે રાજચિહ્ન પ્રદાન કર્યા
નગરમાં આચાર્ય સિંહનંદીની શોભાયાત્રા (સરઘસ) કાઢીને તેઓની મહાનતા પ્રદર્શિત કરવામાં આવી. ત્યાર બાદ સિંહનંદીને વિધિવતું, ચતુર્વિધ ધર્મસંઘના સંચાલનના સર્વોચ્ચ સત્તા-સંપન્ન સાર્વભૌમ અધિકાર પ્રદાન કરવામાં આવ્યો. આચાર્ય માઘનંદીએ યુવાનવયમાં પોતાના ૭૭૦ શિષ્યોને સિદ્ધાંતોની સાથે વ્યાકરણ, છંદશાસ્ત્ર, જ્યોતિષ આદિ સર્વ પ્રકારની વિદ્યાઓનું ઉચ્ચ કોટિનું પ્રશિક્ષણ આપ્યું અને તેઓને જૈન ધર્મના પ્રચાર અને ભટ્ટારક પરંપરાનો વિસ્તાર કરવા માટે ભારતના વિભિન્ન ભાગોમાં મોકલ્યા. આ ઉદ્દેશ માટે દેશભરમાં ૨૫ ભટ્ટારક પીઠોની (આચાર્યપીઠો) સ્થાપના કરવામાં આવી. માઘનંદી દ્વારા મોટા પાયે કરેલા એ દેશવ્યાપી સામૂહિક અભિયાનના પરિણામ સ્વરૂપે ભટ્ટારક પરંપરાનું વર્ચસ્વ મધ્યયુગમાં દેશની અતિ વિશાળ ભૂમિ પર છવાઈ ગયું. પુરાતત્ત્વનાં પ્રમાણોના પરિપ્રેક્ષ્યમાં એમ કહી શકાય છે કે – “ઐતિહાસિક મહત્ત્વની આ ઘટના ઈસાની અગિયારમી શતાબ્દીના અંતિમ ચરણથી બારમી શતાબ્દીના પ્રથમ ચરણની વચ્ચે કોઈ સમયે ઘટિત થઈ હતી.
જૈન ધર્મના મૂળ સ્વરૂપ તથા શ્રમણાચારમાં વિકૃતિઓ માટે ઉત્તરદાયી હોવા છતાં પણ ભટ્ટારક પરંપરા દ્વારા કરવામાં આવેલ કાર્યોના વિશ્લેષણ પછી એમ કહેવામાં આવે કે - “એ સંક્રાંતિકાળમાં ભટ્ટારક પરંપરાએ એક પ્રકારથી જૈન ધર્મને એક જીવંત ધર્મના રૂપમાં બનાવી રાખવામાં એક ઘણું વખાણવાલાયક કાર્ય કર્યું હતું, તો કોઈ
અતિશયોક્તિ નથી.” | (ભટ્ટારક પરંપરા પર ચેત્યવાસી પરંપરાનો પ્રભાવ) . વી. નિ. સં. ૧000ના ઉત્તરવર્તી-કાળમાં પૂર્વજ્ઞાન જેવા વિશિષ્ટ જ્ઞાનથી સંપન્ન આચાર્યોના ના રહેવાથી ચૈત્યવાસીઓનો પ્રભાવ જનસાધારણ પર વાયુવેગે વધવા લાગ્યો. ચૈત્યવાસીઓ દ્વારા અપનાવવામાં આવેલ ચિત્તાકર્ષક રીતિ-રિવાજના પરિણામ સ્વરૂપ ચૈત્યવાસી પરંપરા લોકપ્રિય થતા-થતા જન-જનના માનસ પર છવાવા લાગી. શ્વેતાંબર, દિગંબર અને યાપનીય - આ ત્રણે સંઘોના બહુસંખ્યક અનુયાયીઓનો જૈન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩) 96969696969696969696969 ૪૦.