Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
સામૂહિક સંહાર અને જૈનોને બળપૂર્વક સામૂહિક ધર્મ-પરિવર્તન કરાવવાથી, ત્યારે દક્ષિણમાં જૈન ધર્મનું અસ્તિત્વ સંકટમાં પડી ગયું. તો કલભ્રોએ ચોલ, ચેર અને પાઠ્ય આ ત્રણ સશક્ત દક્ષિણી રાજસત્તાઓને પરાસ્ત કરીને જૈન ધર્મ અને તેના અનુયાયીઓની રક્ષા કરી.
જૈન ધર્મના પ્રભાવને વધારવા માટે આર્ય વજ, આર્ય સમિતિ, બ્રહ્મદીપકસિંહ આદિ આચાર્યોએ સમય-સમય પર પોતાનાં વિદ્યાબળથી રાજાઓ, રાજસત્તાઓ અને પ્રજાજનોને પ્રભાવિત કરીને જનમાનસ પર જૈન ધર્મનું વર્ચસ્વ સ્થાપિત કર્યું. પ્રાચીનકાળમાં સિદ્ધસેન દિવાકરે રાજસત્તાને પ્રભાવિત કરીને જૈન ધર્મના વર્ચસ્વમાં ઉલ્લેખનીય અભિવૃદ્ધિ કરી. કેવળ એટલું જ નહિ, પરંતુ સંક્રાંતિકાળમાં જૈન ધર્મની રક્ષા માટે દૂરદર્શી જૈનાચાર્યોએ જૈન ધર્મના પક્ષધર રાજવંશની જરૂરિયાતનો અનુભવ કરીને હોસલું, ગંગ આદિ જૈન-ધર્માવલંબી રાજવંશોની સ્થાપના પણ કરી. તે સંક્રાંતિકાળમાં તે આચાર્યોનું એકમાત્ર લક્ષ્ય એ જ હતું કે જેન રાજવંશોની સ્થાપનાની સાથે-સાથે તેઓને બધી દષ્ટિઓથી શક્તિશાળી રાજસત્તાના રૂપમાં પ્રગટ કરીને અથવા જૈનેતર રાજસત્તાઓને જૈનસંઘના સંરક્ષક બનાવીને જેનો અને જૈનસંઘની બહુમુખી શ્રીવૃદ્ધિ કરવામાં આવે. પોતાના આ લક્ષ્યની પૂર્તિ માટે તે આચાર્યોએ સમયની માંગને ધ્યાનમાં રાખીને પોતાના ઉચ્ચ શ્રમણાદર્શોનું બલિદાન પણ કર્યું. સંઘ તથા જૈન ધર્મને જીવંત રાખવા માટે તે આચાર્યોએ અનેક પ્રસંગો પર એવાં કાર્ય પણ કર્યા, જે જૈનશ્રમણ માટે પરંપરાથી જ પૂર્ણરૂપે નિષિદ્ધ માનવામાં આવેલ છે.
ધર્મસંઘ પર આવેલ અન્યાયપૂર્ણ સંકટની ક્ષણોમાં તે શ્રમણશ્રેષ્ઠોએ સમય-સમય પર ધર્મસંઘની ઘોર સંકટથી રક્ષા માટે અપવાદ રૂપમાં શ્રમણાચાર નિષિદ્ધ આચરણ કર્યું. પરંતુ સંકટ ટળી જતાં તે મહાશ્રમણોએ, પોતાના તે શ્રમણધર્મથી વિરુદ્ધ અપવાદિક સદોષ આચરણ માટે પ્રાયશ્ચિત્ત કરીને તે દોષનું નિવારણ કર્યું. અતિ પુરાતનકાળમાં લબ્ધિધારી મુનિ વિષ્ણુકુમારે લબ્ધિ-ચમત્કાર પ્રગટ કરીને શ્રમણસંઘની રક્ષા કરી. મહાસતી સરસ્વતી પર આવેલ ઘોર સંકટથી તેઓની રક્ષા માટે કાલકાચાર્યએ (વી. નિ. સં. ૩૩૫ થી ૩૭૬) શક્તિશાળી ઇતર રાજ્યની સહાયતાથી અત્યાચારી ગર્દભિલ્લને રાજ્યપ્યુત કર્યો. જિન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩) 96369999999999 ૨૯ ]