Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
લોકોએ પહેલીવાર સાંભળ્યું કે - “કોઈ પ્રકારની તપશ્ચર્યા, પરીષહસહન, વ્રત-નિયમ, પ્રત્યાખ્યાન અથવા સંયમ-સાધના વિના કેવળ પૈસા ખર્ચ કરીને પણ સ્વર્ગ પ્રાપ્ત કરી શકાય છે.' તો તેઓના રોમરોમમાં ઉત્સાહનો ઉમંગ તરંગિત થઈ ઊઠ્યો, સ્વર્ગનું સુખ કોણ નથી ઇચ્છતું? મુક્તિ કોને પ્રિય નથી? આ નવોદિત પરંપરાઓના ધર્મગુરુઓનાં મુખથી આ પ્રકારનાં આશ્વાસન મળતાં જ શ્રીમંત ભક્તજનોમાં સ્વર્ગ અને સિદ્ધિપ્રાપ્તિની એક પ્રકારે હરીફાઈ લાગી ગઈ. તે સાધુઓનાં આવાસસ્થળો પર ચારે તરફથી શ્રદ્ધાળુ શ્રાવકશ્રાવિકા વર્ગ ધનની વૃષ્ટિ કરવા લાગ્યાં.
(ભટ્ટારક પરંપરાના રૂપ અને એમનો કાળ-નિર્ણય)
પોતાના પ્રાદુર્ભાવ-કાળથી આજ સુધી ભટ્ટારક પરંપરાએ સમયેસમયે મુખ્ય રૂપથી ત્રણ વાર પોતાનાં રૂપ બદલ્યાં છે. આ જ કારણ છે કે તેના ઉદ્ભવ-કાળના સંબંધમાં આજ સુધી વિદ્વાનોમાં એક મત નથી. વસ્તુતઃ વી. નિ. સં. ૬૦૯ની આસપાસ થયેલ સંઘ ભેદના થોડા સમય પશ્ચાતું જ ચૈત્યવાસી પરંપરાનાં બીજ ઊગી નીકળ્યાં હતાં. એવું પ્રતીત થાય છે કે - “ચૈત્યવાસી પરંપરાના પ્રારંભિક પ્રાદુર્ભાવમાં જ શ્વેતાંબર, દિગંબર અને યાપનીય - આ ત્રણે સંઘોના એકલ-દોકલ શ્રમણોએ પોત-પોતાની પરંપરાના ન્યૂનાધિક અનુરૂપ જ શ્રમણ ધર્મનું પરિપાલન કરતા રહીને ચૈત્યોમાં નિવાસ કરવાનો પ્રારંભ કરી દીધો હતો.
(ભટ્ટારક પરંપરાનું પહેલું સ્વરૂપ) આ પરિપાટીને અપનાવવાવાળા આ ત્રણે સંઘોના અનેક શ્રમણોએ પ્રારંભમાં ચૈત્યોમાં નિવાસ કરવાનો પ્રારંભ તો કરી દીધો હતો, પરંતુ તેઓએ ચૈત્યવાસીઓની સમાન નિયત-નિવાસનો સ્વીકાર કર્યો ન હતો. ચાતુર્માસ-કાળને છોડીને શેષ આઠ માસના કાળમાં તેઓ એક સ્થાનથી બીજા સ્થાને વિચરણ કરતા હતા. આ પ્રકારે મૃતક અથવા દિવંગત મહાપુરુષોના પાર્થિવ શરીરનાં દાહ-સ્થળો પર પુરાતનકાળમાં બનેલ સૂપો-ચૈત્યો અથવા દેવાયતનોમાં નિવાસ કરીને વિચરણ કરવાવાળા તે શ્રમણોને સમુચ્ચય રૂપેણ “ભટ્ટારક' નામથી નવાજીત કરવામાં આવવા લાગ્યા. તેઓની સંખ્યા અતિ નાની હોવાથી, તેઓના ૪૪ 9909969696969696969ન ધર્મનો મૌલિક ઇતિહાસ ઃ (ભાગ-૩)