Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
સર્વોપરી તથા બધાથી મોટા સિદ્ધ કરવામાં જ પ્રયત્નશીલ રહેવા લાગ્યા. જેના સ્વામિત્વમાં મોટામાં મોટા ચૈત્ય વગેરે હોય, તે જ બધાથી મોટો ગચ્છ તથા એ ગચ્છના આચાર્ય બધાથી મોટા આચાર્ય માનવામાં આવવા લાગ્યા. મોટાપણાના આ માપદંડના પરિણામ સ્વરૂપ ભવ્યાતિભવ્ય મંદિરનિર્માણ, વિશાળ સંઘયાત્રા, આડંબરપૂર્ણ રથયાત્રા, પ્રતિષ્ઠા મહોત્સવ, પ્રાતઃ-સાંજ દેવાર્ચન અને એકબીજાથી અધિક મૂલ્યની પ્રભાવનાઓ વહેંચવા વગેરેની બધા જ ચૈત્યવાસી ગચ્છોમાં પરસ્પર સ્વર્ધાત્મક હોડ લાગી ગઈ. શ્રમણો માટે પરમ આવશ્યક સ્વાધ્યાય, ધ્યાન, શાસ્ત્રવાંચન, આત્મ-ચિંતન વગેરે દૈનિક કર્તવ્યોને તાક (ખુંટી) પર મૂકીને ચૈત્યવાસી આચાર્ય, સાધુ-સાધ્વી અને એમના ઉપાસક આરંભ-સમારંભ તથા આડંબરપૂર્ણ ક્રિયાકલાપોને જ મોક્ષપ્રાપ્તિ અને સંઘ અભ્યત્થાનનાં સાધન સમજવા લાગ્યાં.
એવામાં ભૂલેલા-ભટકેલા લોકોને, જૈન-ધર્માવલંબીઓને ધર્મનું સાચું સ્વરૂપ બતાવવા માટે વિક્રમની અગિયારમી શતાબ્દીના પંડિત જિનેશ્વરગણિએ પોતાના ગુરુ વર્ધમાનસૂરિને પ્રાર્થના કરી. જિનેશ્વરગણિની પ્રાર્થનાનો સ્વીકાર કરી વર્ધમાનસૂરિએ પોતાના ૧૭ સાધુઓની સાથે દિલ્હીથી ગુજરાતની તરફ વિહાર કર્યો. કાલાન્તરમાં તેઓ અણહિલપુર-પાટણ પહોંચ્યા. ત્યાં મહારાજ દુર્લભરાજની રાજ્યસભામાં વિ. સં. ૧૦૮૦ની આસપાસ જિનેશ્વરસૂરિએ ચૈત્યવાસીઓના ૮૪ ગચ્છોના આચાર્યોને શાસ્ત્રાર્થમાં પરાજિત કરી ચૈત્યવાસીઓના શતાબ્દીથી કેન્દ્રના રૂપમાં ચાલતા આવી રહેલા સુદઢ ગઢને તોડી નાખ્યો અને ગુજરાતમાં પુનઃ વસતિવાસની સ્થાપના કરી. 1 વિ. સં. ૮૦૨માં એક રાજાશાના માધ્યમથી ચૈત્યવાસી પરંપરાના અતિરિક્ત અન્ય બધી પરંપરાઓનાં સાધુ-સાધ્વીઓનો પાટણ રાજ્યની સીમામાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. એ નિષેધાજ્ઞાને વિ. સં. ૧૦૮૦ની આસપાસ વર્ધમાનસૂરિએ તત્કાલીન અણહિલપુરપાટણપતિ દુર્લભરાજ પાસે નિરસ્ત કરાવી દીધી. આ પ્રકારે જિનેશ્વરસૂરિની સાથે થયેલી શાસ્ત્રાર્થમાં ચૈત્યવાસી પરંપરાના આચાર્યની હારના દિવસથી જ ચૈત્યવાસી પરંપરા હૃાસની તરફ ઉન્મુખ થઈ.
જોકે ચૈત્યવાસી પરંપરાના આ પ્રથમ પરાજય પછી એમનો પ્રમુખ ગઢ ગુજરાત પડવાની શરૂ થઈ ગયો હતો, છતાં વિક્રમની બારમી ૩૬ 99696969696969696969છે જેન ધર્મનો મૌલિક ઇતિહાસ (ભાગ-૩)