Book Title: Jain Dharmno Maulik Itihas Part 03 Samanya Shrutdhar Khand 01
Author(s): Hastimal Maharaj
Publisher: Samyag Gyan Pracharak Mandal
View full book text
________________
| ભટારક યરયા પ્રાચીન જૈનસાહિત્યના અનુશીલનથી આ તત્થ પ્રકાશમાં આવે છે કે શ્વેતાંબર તથા દિગંબર બંને સંઘોમાં દેવર્ધિગણિ ક્ષમાશ્રમણના સ્વર્ગસ્થ થવાથી વી. નિ. સં. ૮૪૦ની આસપાસ જ ભટ્ટારક પરંપરાનો આવિર્ભાવ (ઉદ્દભવ) થઈ ગયો હતો. પરંતુ વી. નિ.ની અગિયારમી શતાબ્દીના પ્રથમ ચરણ સુધી બંને સંઘોની આ નવોદિત પરંપરાઓ પ્રખ્યાત ન થઈ શકી, ગૌણ જ બની રહી. .
શ્વેતાંબર પરંપરાના ભટ્ટારકોએ પ્રારંભમાં આગમાનુસારી વિશુદ્ધ શ્રમણચાર અને ચૈત્યવાસી પરંપરાના શિથિલાચારની વચ્ચે મધ્યમમાર્ગને અપનાવ્યો. આ જ પ્રકારે દિગંબર પરંપરાના ભટ્ટારકોએ પણ ગિરિ-ગુહાવાસ તથા વનવાસનો પરિત્યાગ કરી પ્રારંભમાં ચૈત્યોમાં અને ચૈત્યાભાવમાં ગ્રામ-નગર વગેરેનાં બાહિર્ભાગસ્થ ગૃહોમાં નિવાસ કરવાનો પ્રારંભ કર્યો. આ બંને સંઘોની ભટ્ટારક પરંપરાઓના શ્રમણોએ ઉગ્ર વિહાર રૂપ પરંપરાગત પરિભ્રમણશીલ શ્રમણજીવનને સમાન રૂપથી ત્યાગીને એક જ સ્થાન પર નિયત-નિવાસ (સ્થિરવાસ) કરી લીધો.
આગમાનુસારી શ્રમણાચારથી નિતાંત ભિન્ન પોતાના આ આચારણની ઉપયોગિતા, ઉપાદેયતા અને સાર્થકતા સિદ્ધ કરવાના ઉદ્દેશ્યથી બંને સંઘોના ભટ્ટારકોએ પોતાનાં મઠ-મંદિરોમાં સિદ્ધાંત શિક્ષણ શાળાઓ ખોલી; એમાં બાળકો-કિશોરોને વ્યાવહારિક, ધાર્મિક અને સૈદ્ધાંતિક શિક્ષણ આપવાનો પ્રારંભ કર્યો.
આ પ્રકારના નિઃશુલ્ક શિક્ષણ, બાળકોમાં જ્ઞાન-વૃદ્ધિ અને ધર્મના પ્રતિ પ્રેમ જોઈ જનમાનસ ઘણો પ્રભાવિત થયો. ભાવિ પેઢી માટે આ પ્રકારના પ્રશિક્ષણને પરમોપયોગી સમજીને લોકોએ શ્રીમંતો પાસેથી ધન સંગ્રહ કરીને મઠ, મંદિર, ચેત્યાલય, ઉપાશ્રય અને એમના વિસ્તીર્ણ પ્રાંગણોમાં છાત્રાવાસો, વિદ્યાલયો અને ભોજનશાળાઓનું નિર્માણ કરાવવાનો પ્રારંભ કર્યો. બંને પરંપરાઓનાં ભટ્ટારક મંદિરોની સાથે નિર્માણિત વિશાળ આવાસોની વસતિઓ, નિષિધિઓ (Nasias- સાધુઓના વસતિગૃહ અથવા પ્રવાસ દરમિયાન રહેવાનું સ્થાન) અથવા મઠોના નામ આપી એમાં રહેવા લાગ્યા. પ્રારંભમાં શ્વેતાંબર અને દિગંબર બંને [ ૪૦ 96969696969696969696969 જેન ધર્મનો મૌલિક ઇતિહાસઃ (ભાગ-૩)